તારંગા-અંબાજી રેલવે લાઇનમાં 6. 21 લાખ ચો.મીટર જમીન સંપાદન કરાશે

મહેસાણા
મહેસાણા

ટુરીઝમ સ્પોટ સરકીટને જોડતા ઉત્તર ગુજરાતના મહત્વાકાંક્ષી તારંગા હિલ અંબાજી આબુ રોડ રૂ. 2798.16 કરોડની નવી રેલલાઇન પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજુરી આપ્યા પછી આ રેલ માર્ગમાં આવતી જમીનના સંપાદન માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત અને રાજસ્થાનને આવરી લેતાં આ રેલ પ્રોજેક્ટમાં કુલ સુચિત અંદાજે 621. 279 હેક્ટર જમીન સંપાદન કરવાની થશે.

જેમાં ગુજરાતની 409. 681 હેક્ટર અને રાજસ્થાનની 211. 279 હેક્ટર જમીનનો સમાવેશ થાય છે.ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા ત્રણ જિલ્લાને સ્પર્શતી આબુ રોડ સુધીની આ રેલ લાઇનમાં અંદાજે કુલ 6. 21 લાખ ચોરસ મીટર જમીન સંપાદન થશે. વિસ્તારના પ્રાન્ત અધિકારી મારફતે જાહેરનામુ બહાર પાડીને વાંધા સુચનો લેવાની અને સુનાવણીની કામગીરી પણ આગળ વધી છે.

તારંગા, અંબાજીના દર્શનની સાથે સાથે આબુ રોડ સુધીની હરવા ફરવાની સહેલગાને આવરી લેતી 116. 65 કિલોમીટરની આ નવી રેલલાઇનનો પ્રોજેક્ટ વર્ષ 2026-27 સુધીમાં પૂર્ણ કરાનાર હોઇ તંત્ર રાહે કવાયત વેગવંતી કરાઇ છે.જેમાં મહેસાણા જિલ્લાના ખેરાલુના ડભોડા ગામ તેમજ સતલાસણા તાલુકાના 13 ગામ આંનદભાંખરી, શાહપુરા, ટીમ્બા, નવાવાસ, રાજપુર(ગઢ), સરતાનપુરા,વાવ, સતલાસણા, મોટા કોઠાસણ, બેડસ્મા, ભાનવાસ, જવાપુર અને નિંદરડી ગામની સરકારી, પ્રાઇવેટ અને ફોરેસ્ટ મળીને ગત જુલાઇની સ્થિતિથી અંદાજે 94.669 હેક્ટર જમીન રેલલાઇનમાં આવશે.એટલે કે ખેરાલુ સતલાસણાના 14 ગામની અંદાજે 94669 હેક્ટર જમીન સંપાદન થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.