વાવનાં ધારાસભ્ય માટે પોતાનો સમાજ પડકારરૂપ બને તેવા એંધાણ !

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)ડીસા, બનાસકાંઠા જિલ્લાની ૯ વિધાનસભા સીટોમાં અત્યારે ૭ સીટો કોંગ્રેસ પાસે છે, પરંતુ સમગ્ર દેશભરમાં નબળી પડેલ કોંગ્રેસ હવે પોતાના ચિર પરિચિત ગઢને પણ બચાવી શકશે કે નહીં તેવા અણિયારા સવાલો ઉઠવા લાગ્યા છે. ગત ૨૦૧૭ની ચૂંટણીમાં સરહદી વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસની મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોર બીજેપીના શંકરભાઇ ચૌધરીને હરાવવામાં સફળ રહ્યા હતા. ઉત્તર ગુજરાતના રાજકારણમાં કદાવર નેતા તરીકેની છાપ ધરાવનાર શંકરભાઈને તેઓ ૫ હજાર મતોની પાતળી સરસાઈથી હરાવવામાં સફળ રહ્યા હતા.ગેનીબેનની આ જીતનું મુખ્ય કારણ ઠાકોર સમાજ હતું.

વાવ બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ હોવાથી ઠાકોર મહિલા હોવાથી સમાજે તેમને ખોબલે ને ખોબલે મત આપ્યા પરંતુ જીત્યા બાદ પાંચ વર્ષ સુધી વાવના ધારાસભ્યએ સમાજ માટે કોઈ જ ખાસ લાગણી બતાવી નથી. પોતાના કાર્યકાળમાં સમાજ માટે કોઈ નક્કર કાર્યો કર્યા હોય તેવું જાેવા મળતું નથી અને સીટીંગ ધારાસભ્ય પ્રત્યેની મતદારોની નારાજગી વધી ગઈ હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ધારાસભ્યે પાંચ વર્ષ ઠાકોર સમાજનું સર્વાંગી કલ્યાણ થાય કે સમાજના યુવાનો આગળ આવે તેવા કોઈ નક્કર વિકાસ કાર્યો થયા નથી. ઊલટાનું આવેશમાં આવી વાણી વિલાસ કરવાને લીધે ઘણીવાર સમાજના પ્રતિષ્ઠિત વડીલોએ પણ સરમાવવું પડે તેવી સ્થિતિ સર્જાતી રહી છે.

જેને લીધે હાલમાં ગેનીબેનથી નારાજ આગેવાનોએ તેઓને આગામી ચૂંટણીમાં સહયોગ નહિ કરવાનું મન બનાવ્યું છે. ધારાસભ્યને સમાજની આ નારાજગીનો હવે મોડે મોડે ખ્યાલ આવ્યો છે, તેથી તેઓએ થોડા દિવસ અગાઉ વાવ તાલુકાના એક ગામમાં મળેલી સભામાં સમાજ વિરુદ્ધ ભરમાવનાર લોકોથી ચેતતા રહેજાેનું રટણ કર્યું હતું. ત્યારે ઉપસ્થિત લોકોમાં ગણગણાટ જાેવા મળ્યો હતો કે ધારાસભ્યને હવે ચૂંટણી સમયે જ સમાજની યાદ આવી, આ બધા સમીકરણો જાેતાં આ વખતે જાે કોંગ્રેસ સીટીંગ ધારાસભ્યને રીપીટ કરે તો તેમનાં જ સમાજની નારાજગી તેમને સંકટમાં મૂકી શકે તેમ છે.

બેફામ વાણી વિલ્લાસથી ધારાસભ્ય અનેક વખત વિવાદોમાં ઘેરાયેલા

તેઓ જે સમયે ચૂંટણી જીત્યા તે સમયે પણ તેમનો એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો હતો, જાેકે,ગેનીબેને આ વીડિયો એડિટેડ હોવાનું જણાવી આ વિવાદથી પીછો છોડાવ્યો હતો. ત્યારબાદ પણ તેઓ લોકોને ખુશ કરવા બેફામ વણીવિલાસ કરતાં જાેવા મળ્યા છે. એકવાર મહિલાઓ તેમના પ્રશ્નોની રજુઆત માટે મળવા આવી તો મહિલા ધારાસભ્યે પોલીસવાળાઓ વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરી વિવાદનો મધપૂડો છેડયો હતો, ત્યારે તાજેતરમાં જ તેઓએ આંગણવાડીની મહિલા કાર્યકરોને હાથ લગાવશે તે પોલીસ કર્મીઓના હાથ તોડી નાખવાની ટિપ્પણી કરી હતી. આમ એક મહિલા હોવા છતાં તેમનું વારંવાર બેફામ વાણી વિલાસ કરવું તેમના રાજકીય કેરિયરને ખતરામાં મૂકી શકે છે તેમ રાજકીય જાણકારો માની રહ્યાં છે.

વાવનાં ધારાસભ્ય જ્યારથી ચૂંટણી જીત્યાં છે ત્યારથી વિવાદો તેમની સાથે જાેડાયેલાં રહ્યા છે

ધારાસભ્યનાં નજીકના કાર્યકર્તાના ઘરેથી જ પોલીસે દારૂ ઝડપ્યો હતો લોકોની વચ્ચે લોકપ્રિય બનવા વાવના એમએલએ હરહંમેશ કઈંક નવીન કરતા રહે છે.પરંતુ નવું કરવાના ચક્કરમાં તેઓ હંમેશા વિવાદોમાં સપડાઈ જતાં હોય છે.૬ મહિના અગાઉ ધારાસભ્યે દારૂના અડ્ડાઓ પર રેડ કરી જનનાયિકા બનવા પ્રયાસ કર્યો હતો. પરંતુ બીજા જ દિવસે ધારાસભ્યના એક નજીકના કાર્યકતાને ઘરેથી જ દારૂ મળી આવતાં પોલીસ કેસ થયો હતો. ત્યારબાદથી ધારાસભ્ય દ્વારા દારૂ મુદ્દે કોઈ આવાઝ ઉઠાવવામાં આવી હોય તેવુ જાેવા મળ્યું નથી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.