મોમ-ટુ-બી આલિયા માટે માધુરીએ મોકલી સુંદર ભેટ

ફિલ્મી દુનિયા

મુંબઈ, સેલિબ્રિટી ડાન્સ રિલાલિટી શો ઝલક દિખલા જા ૧૦ના કન્ટેસ્ટન્ટ્‌સ તેમના પાવરફુલ પર્ફોર્મન્સથી માત્ર જજ જ નહીં પરંતુ દર્શકોના દિલ પર જીતી રહ્યા છે. શોનો અપકમિંગ એપિસોડ કપૂર સ્પેશિયલ રહેવાનો છે. આ એપિસોડને વધારે ખાસ બનાવવા માટે નીતૂ કપૂર તેના મહેમાન બનવાના છે. ચેનલના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી પ્રોમો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં કન્ટેસ્ટન્ટ નીતિ ટેલર અને કોરિયોગ્રાફર પાર્ટનર આકાશ થાપા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ક્ષણને રિક્રિએટ કરતાં જાેવા મળ્યા. કપલે તેમના લગ્નમાં જે આઉટફિટ પહેર્યા હતા, તેને મેળ ખાતા આઉટફિટમાં નીતિ અને આકાશ પણ પહેર્યા હતા.

તેમણે એક્ટરની ફિલ્મ ‘બચના એ હસીનો’ના સોન્ગ ‘ખુદા જાને કે’ પર ડાન્સ કર્યો હતો. નીતિ અને આકાશે રોમેન્ટિક સોન્ગ પર એટલું સરસ પર્ફોર્મ કર્યું કે નીતૂ કપૂર ઈમ્પ્રેસ થઈ ગયા હતા. તેઓ પોતાની સીટ પરથી ઉભા થઈ ગયા હતા અને બંનેને ભેટી પડ્યા હતા. તેમણે તેમના પર્ફોર્મન્સના પણ વખાણ કર્યા હતા. આલિયા ભટ્ટ પ્રેગ્નેન્ટ છે અને નીતૂ કપૂર ખૂબ જલ્દી નાની બનવાના છે, ત્યારે તેમને માધુરી દીક્ષિત તરફથી પણ સુંદર ભેટ મળી હતી. ‘ધક-ધક ગર્લે’ તેમને કહ્યું ‘નીતુજી, આલિયા-રણબીરના લગ્ન થઈ ગયા છે અને તેઓ પેરેન્ટ્‌સ બનવા જઈ રહ્યા છે ત્યારે. તો હું કંઈક તમને આપવા માગું છું, બાલ ગોપાલ છે’.

ગિફ્ટ જાેઈને નીતૂ કપૂર ખુશ થઈ ગયા હતા અને માધુરી દીક્ષિતને હગ આપ્યું હતું. આ દરમિયાન નીતૂ કપૂરે દીકરા રણવીરનો વરઘોડો કેટલી સાંકડી જગ્યામાં નીકાળવામાં આવ્યો તો તે ક્ષણને પણ યાદ કરી હતી. જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પાંચ વર્ષના રિલેશનશિપ બાદ એપ્રિલ, ૨૦૨૨માં પરિવારના સભ્યો અને અંગત મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. તેના બે મહિના બાદ એટલે કે જૂનમાં કપલે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. દશેરાના દિવસે મોમ-ટુ-બીનું બેબી શાવર પણ યોજાયું હતું. તેમા પણ કપૂર પરિવારના કેટલાક સભ્યો અને મિત્રો સામેલ થયા હતા. આલિયા ડિસેમ્બરમાં બાળકને જન્મ આપે તેવી શક્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.