લેખિત મંજૂરી આપ્યા પછી સરકારે કેપિટલ-વ્યાજ સબસિડીમા ગુંલાટ મારી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સોલાર પાવરના ઉત્પાદન માટે ગુજરાત સરકાર સાથે કરાર કરીને રૃા. ૧૦,૦૦૦ કરોડનું રોકણ કરવા તૈયાર થયેલા ઇન્વેસ્ટર્સને ૩૫ ટકાની કેપિટલ સબસિડી અને ૭ વર્ષ સુધી ૭ ટકાની વ્યાજ સબસિડી આપવાનો ગુજરાત સરકારે ઇનકાર કરતાં ઊભા થયેલા વિવાદના સંદર્ભમાં સાતમી ઓક્ટોબરે કરવામાં આવેલી એફિડેવિટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાત સરકારના તે વખતના ઉર્જા મંત્રી સૌરભ દલાલે રૃા. ૧૦૦૦૦ કરોડનું રોકાણ કરવા તૈયાર થયેલા રોકાણકારોને કેપિટલ અને વ્યાજની સબસિડી આપવાની લેખિત મંજૂરી આપેલી છે. ગઈકાલે ગુજરાત હાઈકોર્ટમાં આ એફિડેવિટ ફાઈલ કરવામાં આવી છે. ગુજરાત સરકાર સાથે કરાર કર્યા પછી સોલાર પેનલ અને જમીન એન.એ. તથા લેવલિંગ કરાવીને સોલિડ બેઝ બનાવવા માટે રૃ. ૨૨૦૦ કરોડ જેટલાનો ખર્ચ તો ઇન્વેસ્ટર્સે કરી દીધો હોવાથી તેમના નાણાં ફસાઈ ગયા છે. તેથી ગિન્નાયેલા ઇન્વેસ્ટર્સ અગાઉ જ ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન ફાઈલ કરી છે. હાઈકોર્ટમાં કરવામાં આવેલી એફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે કે રૃા. ૧૦,૦૦૦ કરોડનું સોલાર પાવર પ્રોડક્શન માટે રોકાણ કરનારાઓએ કરેલા કરારના અનુસંધાનમા ંતે વખતના ઉર્જા મંત્રી અને સરકારી વીજ કંપનીઓના અધિકારીઓ સાથે યોજવામાં આવેલી એક બેઠકમાં તેમને ૩૫ ટકા કેપિટલ સબસિડી આપવા તથા ૭ ટકા વ્યાજની સબસિડી આપવા સરકાર વચન બદ્ધ થઈ હતી. આ વચન આપ્યું હોવાનું તે મિટિંગની મિનિટ્સમાં નોંધવામાં આવેલું છે. આ બેઠકમાં હાજર રહેલા તે વખતના ઉર્જા મંત્રી સૌરભ પટેલે તેના પર સહી પણ કરેલી છે. ગુજરાત સરકારની બુધવાર, ૧૧મી નવેમ્બર ૨૦૨૦ના યોજાયેલી કેબિનેટની મિટિંગની મિનિટ્સ પર ૧૧મી નવેમ્બર ૨૦૨૦ના દેને સૌરભ પટેલે સહી કરી છે. બીજીતરફ કેન્દ્રિય સ્તરે પણ સોલાર પાવરના પ્રોજેક્ટ લેનારાઓની સોલાર પેનલના સ્ટ્રક્ચરની આયાત કરવા પર ૪૦ ટકા ઇમ્પોર્ટ ડયૂટી લગાડી દેતા તેમની હાલાકી વધી ગઈ છે. ભારતમાં સોલાર સેલનું ઉત્પાદન બહુ જ ઓછુ કે નહિવત થતું હોવા છતાં તેના પર ૨૫ ટકા બેઝિક કસ્ટમ્સ ડયૂટી લગાડી દેવામાં આવી હોવાથી કેન્દ્રના પ્રોજેક્ટ્સ પણ સલવાઈ ગયેલા છે. સોલાર સેલનું ઉત્પાદન ભારતમાં નહિવત હોવા છતા તેના પર ૨૫ ટકા બેઝિક કસ્ટમ્સ ડયૂટી લગાડી દેવામાં આવી હોવાથી તેમની પ્રોજેક્ટ કોસ્ટ ખાસ્સી વધી ગઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.