ચેટિંગમાં દોસ્તી કરી લગ્નની ઓફર આપી 64 વર્ષની વૃદ્ધા સાથે 58 લાખ પડાવ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

૬૪ વર્ષીય વૃદ્ધાએ લગ્નના સ્વપ્ન જોવા જતાં ૫૮ લાખ રૃપિયા ગુમાવ્યા હતા. સોશિયલ મિડિયા પર મિત્રતા કરી લગ્નનું વચન આપી અને વિવિધ કારણોસર અજાણ્યા આરોપીએ લાખો રૃપિયા પડાવી લીધા હતા. વૃદ્ધાએ પુણે સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. છ મોબાઇલ ફોન ધારક અને બેન્કના ખાતાધારક સામે કેસ દાખલ કરાયો છે.પુણેના સિંહગઢ રોડ વિસ્તારમાં રહેતી વૃદ્ધા સુરેખા (નામ બદલ્યું છે) ગર્ભ શ્રીમંત છે. આરોપી સાથે તેમની ઓળખાણ વ્હોટ્એપ પર થઈ હતી. બાદમાં તેમના વચ્ચે મિત્રતા થઈ હતી. આરોપીએ પોતાનું નામ એરીક બ્રોન અને વિદેશમાં હોવાનું જણાવ્યું હતું.બન્ને સતત એકબીજાને મેસેજ કરતા હતા. તેણે સુરેખાને લગ્નના સ્વપ્ન દાખવ્યા હતા. તેણે વૃદ્ધાનો વિશ્વાસ જીતી લીધો હતો. ફરિયાદી સુરેખાના બેન્કના ખાતામાં પોતે બે કરોડ રૃપિયા જમા કરશે, એમ આરોપીએ કહ્યું હતું.બીજી તરફ પીડિતાનો આશા કુમારી નામની મહિલાએ સંપર્ક કરીને કહ્યું કે તે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાથી બોલી રહી છે. વૃદ્ધાને જાળમાં ફસાવવા રિઝર્વ બેન્ક જેવો બનાવટી ઇ-મેલ પણ મોકલવામાં આવ્યો હતો. બે કરોડ રૃપિયા મેળવવા વૃદ્ધાને જુદા જુદા કારણ જણાવીને આરોપીએ તેના બેન્કના ખાતામાં ૫૭ લાખ ૭૯ હજાર ૩૦૦ રૃપિયા જમા કરવા કહ્યું હતું. વૃદ્ધાએ લાખો રૃપિયા જમા કરી દીધા, પરંતુ તેમને બે કરોડ રૃપિયા આપવામાં આવ્યા નહીં.પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા વૃદ્ધાએ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.