સાબરકાંઠામાં ત્રણ જળાશયોમાં પાણીની આવક યથાવત

સાબરકાંઠા
સાબરકાંઠા

વિદાય લેતા ચોમાસામાં પાછોતરા વરસાદની વકીએ હિંમતનગર સહીત સાબરકાંઠા જીલ્લામાં વહેલી સવારથી વરસાદી વાદળોથી આકાશ ઘેરાયું છે. તો બીજી તરફ જીલ્લાના ત્રણ જળાશયોમાં પાણી આવકમાં ઘટાડો થયો છે પણ આવક યથાવત છે. હાથમતી જળાશયમાં ઓવરફલો યથાવત છે, જ્યારે ચાર જળાશયો હાઈએલર્ટ પર છે.

સાબરકાંઠા જીલ્લામાં છ જળાશયો આવેલા છે, જેમાં એક રીચાર્જ યોજના છે તો એક જળાશય અનગેટ છે. હાલમાં વાત કરવામાં આવે તો 100 હાથમતી જળાશય ઓવરફલો યથાવત છે જેને લઈને 219 કયુસેક પાણીની આવક અને 219 કયુસેક પાણીની જાવક થઇ રહી છે, જે હિંમતનગરના હાથમતી વિયરથી હાથમતી કેનાલમાં વહી રહ્યું છે. રીચાર્જ યોજના જવાનપુરા બેરેજ 100 ટકા ભરાયો છે, ત્યારે 366 કયુસેક પાણીની આવક સામે 366 કયુસેક પાણીની જાવક નદીમાં ચાલી રહી છે. 76 ટકા ભરાયેલ ખેડવા જળાશયમાં 60 કયુસેક પાણીની આવક અને 60 કયુસેક પાણીની જાવક નોધાઇ છે. સાબરકાંઠા જીલ્લાના હાથમતી, ગુહાઈ, હરણાવ અને જવાનપુરા બેરેજ ચાર જળાશય હાઈએલર્ટ પર છે.

જીલ્લાની બે રીચાજ્ર યોજના સહીત છ જળાશયોમાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં આજ સુધીમાં 252 મિલિયન ઘનમીટર પાણીનો સંગ્રહ થયો છે. જેમાં ગુહાઈમાં 68.8808 મિલિયન ઘનમીટર, હાથમતીમાં 152.9787 મિલિયન ઘનમીટર, જવાનપુરા રીચાર્જ યોજનામાં 2.4887 મિલિયન ઘનમીટર, હરણાવમાં 21.6780 મિલિયન ઘનમીટર, ખેડવામાં 5.8110 મિલિયન ઘનમીટર અને ગોરઠીયામાં 4.1500 મિલિયન ઘનમીટર પાણીનો સંગ્રહ થયો છે. તો હાથમતી, હરણાવ, જવાનપુરા બેરેજ 100 ટકા ભરાયું છે, તો ગુહાઈ 96 અને ખેડવા 76 ટકા ભરાયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.