સેન્સેક્સ 329 અંક વધ્યો, નિફ્ટીએ 10383 પર બંધ; ઈન્ફોસિસ, TCSના શેર વધ્યા
ભારતીય શેરબજારો સપ્તાહના છેલ્લા દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 329 અંક વધીને 35171 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 94 અંક વધીને 10383 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ઈન્ફોસિસ, ટીસીએસ, ઈન્ડસઈન્ડ બેન્ક, ઓએનજીસી, એચડીએફસી બેન્કના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ફોસિસ 6.94 ટકા વધીને 748.15 પર બંધ રહ્યો હતો. ટીસીએસ 5.21 ટકા વધીને 2115.60 પર બંધ રહ્યો હતો. જોકે આઈટીસી, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા, સન ફાર્મા, ટાઈટન કંપની સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. આઈટીસી 3.54 ટકા ઘટીને 195.10 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ 3.33 ઘટીને 2904.30 પર બંધ રહ્યો હતો.