એઆર રહેમાને નામ લીધા વગર નેહા કક્કડને સંભળાવ્યું

ફિલ્મી દુનિયા

મુંબઈ, અત્યારે ફાલ્ગુની પાઠક અને નેહા કક્કર વચ્ચે એક ગીતને કારણે વિવાદ થઈ રહ્યો છે. નેહા કક્કરે ફાલ્ગુની પાઠકના લોકપ્રિય અને ક્લાસિક ગીત મેંને પાયલ…નું રિમેક ગીત બનાવ્યું છે, જેની લોકો ખૂબ ટીકા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે નેહા કક્કરે ક્લાસિક ગીત બગાડી કાઢ્યું છે. અને ગીતના મૂળ સિંગર અને ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકે પણ નારાજગી વ્યક્ત કરી છે. આ દરમિયાન અન્ય સિંગર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોના મોહાપાત્રાએ ખુલીને આ રિમિક્સ કલ્ચરનો વિરોધ કર્યો હતો અને હવે એ.આર.રહેમાને પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે નામ લીધા વગર જ જે વાત કહી છે તેના પરથી સ્પષ્ટપણે કહી શકાય કે તેઓ આ સિસ્ટમને સપોર્ટ નથી કરતા. એ.આર.રહેમાને જણાવ્યું કે, હું આ રિમેક કલ્ચરને જેટલું વધારે જાેઉ છું,

એ તેટલું વધારે ખરાબ થતું જાેવા મળે છે. કમ્પોઝરનો ઈરાદો બગડી જાય છે. લોકો કહે છે, મેં ગીતને રી-ઈમેજીન કર્યું છે. તમે રી-ઈમેજીન કરનારા કોણ છો? હું કોઈ બીજાના કામના સંદર્ભમાં અત્યંત સાવધાની દર્શાવુ છું. તમારે કોઈનું સન્માન જાળવી રાખવું જાેઈએ અને મને લાગે છે આ એક ગ્રે એરિયા છે, જેનું નિરાકરણ લાવવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે આ વિવાદની શરુઆત ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ થઈ હતી. નેહા કક્કરે પોતાનું નવું ગીત ઓ સજના રીલિઝ કર્યુ હું. ૧૯૯૯માં ઓરિજિનલ ગીત રીલિઝ થયુ હતું જેનું નામ મેંને પાયલ હૈ છનકાઈ રીલીઝ થયુ હતું. ૨૩ વર્ષ પહેલા ફાલ્ગુની પાઠકે આ ગીતને અવાજ આપ્યો હતો.

નેહા કક્કરના વર્ઝનની લોકોએ ખૂબ ટીકા કરી. ફાલ્ગુની પાઠકે પણ ફેન્સની આ પોસ્ટને પોતાના અકાઉન્ટ પર શેર કરવાની શરુઆત કરી. તેમણે કંઈ જ કહ્યા વિના પોતાની નારાજગી પણ વ્યક્ત કરી. ફાલ્ગુની પાઠક અને અન્ય લોકોની પ્રતિક્રિયા જાણ્યા પછી નેહા કક્કર પણ ચૂપ નથી રહી. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને વળતો જવાબ આપ્યો. તેણે કહ્યું કે તેણે મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરી છે. તેણે આ નામ અને ખ્યાતિ માટે ઈશ્વરનો આભાર પણ વ્યક્ત કર્યો.

આ રીતે બન્ને સિંગર્સે નામ લીધા વિના જ એકબીજા પર વાકપ્રહાર કર્યા. આ દરમિયાન ખુલીને પોતાની વાત મૂકવા માટે ઓળખાતી સોના મહાપાત્રાએ પણ ફાલગુની પાઠકનું સમર્થન કર્યું. ઉલ્લેખનીય છે કે આ વીડિયોમાં નેહાની સાથે પ્રિયાંક શર્મા અને ધનશ્રી વર્મા પણ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.