પાલનપુર પોલીસે અલગ-અલગ ટુર ઉપલબ્ધ કરાવવાના બહાને છેતરપિંડી આચરનારા ગેંગના છ ઈસમોને ઝડપી પાડ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

લારીયા ઇન્ડીયા રિસોર્ટના નામથી હોટલ કેપલ પાલનપુર ખાતે ફેમિલી ડિનર માટે અલગ અલગ વ્યક્તિઓને મેસેજ કરી અલગ-અલગ કોડ નંબર આપ્યા હતા. જેથી બનાસકાંઠા જિલ્લાના ઘણા બધા માણસો ઉક્ત ફેમિલી ડિનર પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા. ઉક્ત કંપની વતી રાજદીપ ગોહિલ, નિશાંત, જય, ગોપાલ તેમજ પોપટ નામના ઈસમોએ ફેમિલી ડિનર માટે આવેલા વ્યક્તિઓને લોભામણી લાલચ આપી 10 વર્ષની મુદતની કંપનીની મેમ્બશીપ ઉપલબ્ધ કરાવવા તથા તેના પેટે રૂ. 1.20 લાખ ભરવાનું પ્રલોભન આપતા ફરિયાદી અશોકકુમાર શ્રીમાળી પાલનપુર વાળાની ફરિયાદના આધારે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ઉક્ત લારીસા ઇન્ડિયા રિસોર્ટના સંચાલનકર્તા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.

પાલનપુર તાલુકા પોલીસે ટેકનીકલ સોર્સ વડે ઉક્ત કામે સંડોવાયેલા લારીયા ઇન્ડિયા રિસોર્ટ ગ્રુપ બાબતે માહિતી મેળવી દિલ્હી સુધી તપાસ કરી આરોપીઓ વિરુદ્ધ મહત્વના પુરાવા એકત્ર કર્યા હતા. ઉકત કામે સંડોવાયેલા 1 મનીન્દરકૌર નરેન્દ્રસિંહ ભોગલ રહે. હરિયાણા, નરેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહ ભોગલ રહે હરિયાણા, જય ગોરેશભાઈ રાઠોડ રહે ઘોઘા સર્કલ ભાવનગર, રાજદીપસિંહ ભરતસિંહ ગોહિલ રહે આનંદ નગર ભાવનગર, નિશાંત અશોકભાઈ શ્રીવાસ્તવ રહે કિશન કુંજ નવી દિલ્હી, કવિતા રામ લખન કોલી રહે ત્રિકમ પુરી ઇસ્ટ દિલ્લી હાલ ગાજીયાબાદ ઉત્તરપ્રદેશમાં રહેનારની ધરપકડ કરી તેમના પાસેથી આ કામની છેતરપિંડીમાં ગયેલા રોકડ રકમ 1 લાખ 20 હજારની રિકવરી કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.