પાલનપુરમાં આશા વર્કર બહેનોએ પરિપત્રની હોળી કરી વિરોધ દર્શાવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, બનાસકાંઠા જિલ્લામાં પડતર માંગોને લઈ આશાઓ તેમજ ફેસિલિયેટર બહેનો છેલ્લા કેટલાય દિવસથી આંદોલન ચલાવી રહી છે. જે બહેનો પાલનપુર જિલ્લા પંચાયત ખાતે એકઠી થઈ સરકાર દ્વારા જાહેર કરાયેલ જી.આર.ની હોળી કરી વિરોધ જતાવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગમાં કામ કરતી આશાઓ તેમજ ફેસીલીએટર બહેનો કાયમી નોકરી, ફિક્સ પગાર, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવી જેવી માંગોને લઈ છેલ્લા ઘણા સમયથી સરકાર સામે આંદોલન ચલાવી રહી હોવા છતાં સરકાર દ્રારા તેમની માંગણીઓ સ્વીકાર કરવામાં ન આવતા

બનાસકાંઠા જિલ્લાની આશાઓ તેમજ ફેસીલેટર બહેનોએ પાલનપુર જિલ્લા પંચાયતના બગીચા માં એકઠી થઇ સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા જી.આરને સળગાવી વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર દ્રારા જે ૨૦૦૦-૨૫૦૦ નો વેતન વધારો કરાયો છે તેને લોલીપોપ ગણાવી ચૂંટણી પહેલા તેમની માંગણીઓ સંતોષવામાં નહિ આવે તો આવનારી ચૂંટણીમાં સરકારને દેખાડી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.