અરવલ્લી યુવા ભાજપ દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિન સેવા પખવાડિયા અંતર્ગત મેરેથોન યોજાઈ

અરવલ્લી
અરવલ્લી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા સેવા પાંખવાડિયું તરીકે અલગ અલગ કાર્યક્રમો યોજી ઉજવણી કરવાનું નક્કી કરેલ છે. તેના ભાગરૂપે આજે સવારે અરવલ્લી યુવા ભાજપ દ્વારા રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન યોજાઇ હતી.

આજ રોજ મોડાસા ચાર રસ્તા ખાતે જિલ્લા યુવા ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નીમીત્તે સેવા પખવાડિયા ઉજવણીના ભાગરૂપે રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન દોડ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી રત્નકરજીની ખાસ ઉપસ્થિતિ હતી. મોડાસા ચાર રસ્તા ખાતે મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને યુવા ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને મોડાસા શહેરમાં દોડ લગાવી હતી. આ દોડમાં એકથી દસ નંબરના કાર્યકરો વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અમિશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.