હિંમતનગરના મુનપુર નજીકથી 1.2 કિમીના એલ્યુમિનિયમ કંડક્ટરની ચોરી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર તાલુકાના મુનપુર સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કેવી લક્ષ્મીપુરા ખેતીવાડી મહેતાપુરા ફિડરની ભારે દબાણના વીજ વાયરમાંથી એલ્યુમિનીયમના 1.2 કિલોમીટર એલ્યુમિનિયમ કંડક્ટર તિક્ષ્ણ હથિયાર દ્વારા કોઇ ચોર ઇસમો કાપીને ચોરી કરી લઇ ગયા હતા. રૂપિયા 37 હજાર 500ના એલ્યુમિનિયમના કંડક્ટરની ચોરીના બનાવ અંગે યુજીવીસીએલના જુનિયર એન્જીનીયરે ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર યુજીવીસીએલના મહેતાપુરા સબ ડિવીઝનના કડોલી ગામની સીમમાં કાનડાથી કડોલી તરફ જતા 66 કેવી મુનપુર સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કેવી લક્ષ્મીપુરા ખેતીવાડી મહેતાપુરા ફિડરની ભારે દબાણની વીજપોલ લોકેશન નંબર લક્ષ્મીપુરાથી એજી ૫૨થી લક્ષ્મીપુરા એજી 64 સુધી 11 ગાળાના 400 મીટર લાઇનના ત્રણ તાર કુલ 55 એસ.ક્યુ.એમ.એમ. એલ્યુમિનીયમના 1.2 કિલોમીટર હાઇટેન્શન એલ્યુમીનીયમ કંડક્ટર તિક્ષ્ણ હથિયાર દ્વારા કાપી ઉતારીને કોઇ ચોર ઇસમ લઇ ગયો હતો. જે અંગે યુજીવીસીએલમાં ફરજ બજાવતા જુનીયર એન્જીનીયર જીજ્ઞેશકુમાર મોદીએ ગ્રામ્ય પોલીસ મથકમાં રૂપિયા 37 હજાર 500ની કિંમતના એલ્યુમિનિયમ કંડક્ટરની ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.