બનાસકાંઠા શિક્ષણ સમિતિના ચેરમેન થરાદ તાલુકાની સવપુરા અને ભડોદર પ્રાથમિક શાળાની મુલાકાતે

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલને બનાસકાંઠાના શિક્ષણ ક્ષેત્રે પછાત ગણાતા એવા વાવ-થરાદની સતત મુલાકાતે રહે છે. તેઓ અવારનવાર વાવ અને થરાદ તાલુકાની પ્રાથમિક શાળાની મુલાકાત લઇ જરૂરી સલાહ-સુચન આપતા હોય છે. જેના અંતર્ગત તેમણે ગઈકાલે શુક્રવારે થરાદ તાલુકાની ભડોદર અને સવપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અને શાળાના બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો.

ભડોદર શાળાનો સ્કુલ ઓફ એક્સલન્સમાં સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાંની ભૌતિક સુવિધાઓ બાબતે ચેરમેન ઉપર રજુઆત કરશે તેવી ખાત્રી તેમણે આપી હતી. તેમજ સવપુરામાં ગામના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી. જ્યાં શાળા પરીવારે જણાવેલું કે શાળાની પાછળ જે નવું મેદાન છે, તેમાં વરંડો તેમજ કોમ્પ્યુટર લેબની જરૂરીયાત છે. જેના જવાબમાં ચેરમેન માંગીલાલ પટેલે જણાવેલું કે આગામી જીલ્લા પંચાયતની બેઠકમાં તેઓ આ બાબતે યોગ્ય રજૂઆત કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.