હિંમતનગરમાં માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 3800 બોરીની આવક થઇ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે મગફળીના ભાવમાં વધારો થયો છે, તો ચોમાસું મગફળીનું વાવેતર અંદાજે જીલ્લામાં 72 હજાર હેક્ટરમાં થયું છે. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ​આવક શરુ થઇ છે, અને ગુજરાતમાં સૌથી વધુ ભાવ હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં પડતા ખેડુતોમાં ખુશી જોવા મળી છે.

સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે વધુ વરસાદને લઈને કેટલાક ખેડુતોના મગફળી પાકમાં નુકસાન જોવા મળ્યુ છે. તો કેટલાક ખેડુતોને પાકનો ઉતારામાં સામાન્ય ઘટાડો થવાની શક્યતા જોવાઈ રહી છે. ત્યારે ચોમાસામાં વહેલું મગફળીનું વાવેતર કર્યું હતું અને 90 દિવસની ટૂંકા ગાળાની મગફળીનો પાક હાલમાં માર્કેટિંગ યાર્ડમાં આવક શરુ થઇ રહી છે અને સામે ખેડૂતોને પણ સારો ભાવ મળી રહ્યો છે. હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવકની શરૂઆત છેલ્લા 8 દિવસથી શરૂ થઈ છે.

આગામી તહેવારો દિવાળી અને નવરાત્રી ઉપરાંત નવી સિઝનની શરૂઆતને લઈને આર્થીક સંકળામણ ઉભી ન થાય તે અર્થે ખેડુતો મગફળી વેચવા માટે માર્કેટમાં પહોચ્યા છે, જ્યા ખેડુતોને મગફળીના ભાવ તો સારા મળી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.