પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના વધુ 6 દિવસના રિમાન્ડ નામંજૂર

મહેસાણા
મહેસાણા

વિપુલ ચૌધરીની ધરપકડને લઇ ઉત્તર ગુજરાતમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 800 કરોડના ગોટાળા મામલે ચૌધરીની ધરપકડ કરી હતી જે. આજે વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં મહેસાણા કોર્ટમાં લેવામાં આવ્યા હતા. જેમાં વધુ 6 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જોકે, રિમાન્ડ નામંજૂર કરી સબ જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો

કરોડોના કૌભાંડ મામાલે ACBની ધરપકડ બાદ મહેસાણા કોર્ટ વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ પર મોકલ્યા હતા. જે આજે રિમાન્ડ પૂર્ણ થતાં મહેસાણા કોર્ટમાં લવાયા હતા એ દરમિયાન અર્બુદા સેનાના કાર્યકરો ઉમટી પડ્યા હતા.અને જેણે લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

દૂધસાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજી ચૌધરીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે આજે વિપુલ ભાઈના 7 દિવસના રિમાન્ડ પુરા થયા હતા.આજે વિપુલ ભાઈને મહેસાણા કોર્ટમાં રજૂ કર્યા હતાં અને પોલીસે 6 દિવસના બીજા રિમાન્ડ મંગયા હતા.પરંતુ બે વકીલની દલીલ સાંભળતા અને અમારા વલિકે જે દલીલો કરી બાદમાં વિપુલ ભાઈને સબ જેલમાં મોકલી અપાયા છે.

અમને ન્યાય તંત્ર પર પૂરો ભરોસો છે.વિપુલ ભાઈને ફરી રિમાન્ડ ના આપ્યા એ બદલ અર્બુદા સેનામાં ઘણી ખુશી છવાઇ કુદરતના ઘરે ડેર છે પણ અંધેર નથી.અમારું સંગઠન હતું અને સંઘઠનમાં વિપુલ ભાઈની ધરપકડ થઈ છે એટલે આંદોલન ચાલુ થયું છે.

વિપુલ ચૌધરીને સબ જેલમાં લઇ જવા માટે પોલીસની ગાડીઓ અને વાન કોર્ટ બહાર નીકળી ત્યારે અર્બુદા સેનાના કાર્યકરો કોર્ટ બહાર સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા જ્યાં આગળ “વિપુલ ભાઈ તુમ આગે બઢો” ના નારા લગાવી ખુશી વ્યક્ત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.