પાલનપુરમાં આઈ.આઈ.ટીના વિદ્યાર્થીએ જૂના સ્કૂટરનું ઈલેક્ટ્રીક સ્કૂટરમાં રૂપાંતર કર્યું
પાલનપુરમાં રહેતો યુવક અને આઈઆઈટીનો છાત્ર જુનુ સ્કૂટર ભંગારમાં વેચવા માટે ગયો હતો.પરંતુ તેની કિંમત રૂ.2000ની થતાં પરત ઘરે લાવી તેને ઇલેકટ્રીક સ્કૂટરમાં રૂપાંતર કર્યુ છે.જેમાં પાલનપુરના વાસણ (ધા)ના અને વર્તમાનમાં તીરૂપતિ બંગ્લોઝ ભાગ-1માં રહેતા પાર્થ જયેશભાઇ જોષીએ જોધપુરથી વર્ષ 2020માં ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીની ડીગ્રી પ્રાપ્ત કરી છે.જેમના જૂના સ્કૂટરનું એન્જિન ફેલ થઈ જતા બંધ પડ્યું હતું.ત્યારે તેઓ તેને ભંગારમાં વેચવા ગયા હતા.ત્યારે ભંગારીએ માત્ર રૂ.2000 આવશે તેમ કહેતા પાર્થ જોષી સ્કૂટરને ઇલેક્ટ્રોનિકમાં રૂપાંતર કરવાનું વિચાર્યું હતું અને ઓનલાઇન સર્ચ કરી ઇન્દોર તેમજ બરોડાથી બેટરી,મોટર,કંટ્રોલર મંગાવ્યા હતા.તારે બાકીના સાધનો સ્થાનિક બજારમાંથી મેળવી રૂ.35,000માં ત્રણ દિવસની અંદર ઈલેક્ટ્રીક સ્કૂટર તૈયાર કર્યું હતું.જે સ્કૂટરમાં એન્જિન કાઢી લિથિયમ આયન બેટરી ફીટ કરવામાં આવી છે. જેને ચાર્જ થતા ત્રણ થી ચાર કલાક જેટલો સમય લાગે છે.આ સિવાય એકવાર બેટરી ચાર્જ થાય તેનાથી 50 થી 60 કિલોમીટરની મુસાફરી થઈ શકે છે.