![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/Rakhewal-328.jpg)
પ્રોહીબીશન ગુનામાં બે વર્ષથી ફરાર આરોપીઓને પાલનપુર પોલીસે ઝડપી પાડ્યા
પાલનપુર તાલુકા પોલીસે છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા પ્રોહીબીશન ગુનાના બે આરોપીઓને અમીરગઢ નજીકથી ઝડપી પાડ્યા છે. પાલનપુર તાલુકા પોલીસને મળેલી બાતમીના હકીકતના આધારે પોલીસ તપાસ દરમિયાન બંને ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા બે આરોપીઓને અમીરગઢ મુકામેથી પાલનપુર તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. જેમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલી કે, અમીરગઢ બોર્ડર તરફથી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા આરોપી હેમંત પ્રવિણચંદ્ર પુરોહિત અને પ્રકાશચંદ્ર મોહનલાલ ટાંક(બંને રહે રાજસ્થાન)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પાલનપુર તાલુકા પોલીસે કરી છે.