બાવલું ગામે “તું કેમ અમારા વિશે ખોટી વાતો કરે છે” કહીને યુવાન પર ચાર ઈસમો તૂટી પડ્યા

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના બાવલુ ગામે પાણીની ટાંકી પાસે નાગજીજી ઠાકોર નામનો યુવાન ઉભો હતો. તે દરમ્યાન ગામના જ ફુલાજી ઠાકોર અને અમિજી ઠાકોર બાઇક લઇને આવ્યા હતા અને યુવાનને કહ્યું કે તું કેમ અમારા વિશે ખોટી વાતો કરે છે અને આપણે પૈસાનો વ્યવહાર પતી ગયો છે. તેમ કહીને નાગજી ઠાકોરને ગાળો આપવા લાગ્યા હતા.

જ્યાં યુવાને કહ્યું કે તમે મારા ઉપર ગુસ્સે થશો નહીં અને આવી કોઈ જ વાત મેં કોઈને કહી નથી. તેમ કહેતાં ઉશ્કેરાઈ જઈને યુવાન પર લોખંડની પાઇપ વડે હુમલો કરતાં યુવાને માથાની બાજુના ભાગમાં વાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો. જ્યાં ઝઘડો થતાં અન્ય બે ઈસમો ધોકો અને હાથમાં લાકડી લઈને આવીને યુવાન પર આડેધડ તૂટી પડ્યાં હતાં.

બાદમાં આજુબાજુના લોકો ભેગા થઈ જતાં ઝઘડામાંથી યુવાનને છોડાવીને યુવાન ઈજાગ્રસ્ત થતાં યુવાનને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં બાવલુ પોલીસને જાણ કરાતાં બાવલુ પોલીસે 4 ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.