હેર સલૂનમાં યુવાને આત્મહત્યા કરતા પહેલા ‘મોત કા સિઝન ચલ રહા હૈ’ના ડાયલોગ સાથે વીડિયો બનાવ્યો’
ગત 23 જુને શહેરના અમીન માર્ગ પર આવેલા ચંદન સુપર માર્કેટની બાજુમાં આવેલી ત્રિશા પ્લાઝા બિલ્ડિંગમાં મોર્ડન હેર સલૂનના 22 વર્ષીય સંચાલક હિરેન રાઠોડે આત્મહત્યા કરી હતી. આ યુવકે આત્મહત્યા કર્યાના એક દિવસ પહેલા એટલે કે 22 તારીખે ટીકટોક પર ‘અગર હમ મિલે તો બાત કર લિયા કરો મોત કા સિઝન ચલ રહા હે ક્યાં પતા કલ મિલે ના મિલે’ના ડાયલોગ સાથે વીડિયો બનાવી અપલોડ કર્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે.
શહેરના અમીન માર્ગ પર આવેલા ચંદન સુપર માર્કેટની બાજુમાં આવેલી ત્રિશા પ્લાઝા બિલ્ડિંગમાં મોર્ડન હેર સલૂનના 22 વર્ષીય સંચાલક હિરેન રાઠોડે સવારે તેમની દુકાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને મિત્રો સલૂને પહોંચી ગયા હતા. કોઈ પ્રેમસંબધ નથી, આર્થિક તંગી પણ ન હોવાનું પરિવારે જણાવ્યું હતું. હેર સલૂનની દુકાન ભાડે હતી અને તેથી દુકાન માલિકને પણ પૂછવામાં આવતા જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી લોકડાઉન સમયે ભાડું પણ નથી વસુલવામાં આવ્યું. ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.