પતિ રણબીર સાથે ડિનર માટે નીકળી આલિયા ભટ્ટ

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ માટે હાલનો સમય ઘણો જ શાનદાર ચાલી રહ્યો છે. રણબીર કપૂર સાથે લગ્ન કર્યા બાદ તે ખુશખુશાલ જાેવા મળી રહી છે. હાલમાં તે પ્રેગનેન્ટ છે અને આ ઉપરાંત તેની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ હિટ રહી છે. જેના કારણે તેના ચહેરા પર બેવડી ખુશી દેખાય છે. પ્રેગનેન્ટ થયા બાદ તેના ચહેરા પર એક અલગ જ ગ્લો જાેવા મળે છે. પેગનેન્ટ હોવા છતાં આલિયા હાલમાં રણબીર કપૂર અને ડાયરેક્ટર અયાન મુખર્જી સાથે વિવિધ શહેરોમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશનમાં વ્યસ્ત છે.

આલિયા ભટ્ટની મેટરનિટી સ્ટાઈલ પણ અલગ જ છે. તે હાલમાં વિવિધ ઈવેન્ટ્‌સમાં તથા બહાર હોય ત્યારે આરામદાયક કપડા પસંદ કરી રહી છે. સોમવારે સાંજે આલિયા ભટ્ટ પતિ રણબીર કપૂર અને અયાન મુખર્જી સાથે ડિનર માટે આવી હતી. આ દરમિયાન તેણે કરીન કપૂર અને સોનમ કપૂરે પહેર્યું હતું તેવું પિન્ક કફ્તાન પહેર્યું હતું. જાેકે, આલિયાએ પ્રિન્ટેડ કફ્તાન પહેર્યું હતું અને તેની સાથે મેચિંગ પેન્ટ્‌સ હતું. આ સાથે તેણે ખુલ્લા વાળ રાખ્યા હતા. જ્યારે પગમાં તેણે હિલ્સવાળા પિંક સેન્ડલ પહેર્યા હતા. આ કફ્તાન સોનમ લુથરિયાએ ડિઝાઈન કરેલું છે જેની કિંમત ૧૬,૫૦૦ રૂપિયા છે. આલિયા ભટ્ટે આ કફ્તાન સાથેની તેની તસ્વીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરી છે.

નોંધનીય છે કે આલિયા ભટ્ટે આ વર્ષે રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્નમાં પરિવારના નજીકના લોકો અને મિત્રો સામેલ રહ્યા હતા. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર હિટ રહી છે. હાલમાં બોયકોટ બોલીવુડનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર બોયકોટ બ્રહ્માસ્ત્રનો ટ્રેન્ડ પણ ચાલ્યો હતો. જાેકે, તેની અસર ફિલ્મ પર પડી નથી. લોકોને ફિલ્મ પસંદ આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.