નવા એક્ટ મુજબ દરેક ડીન નો 5 વર્ષનો કાર્યકાળ રહેશે; પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નવા એક્ટ અંતર્ગત ડીનની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. કુલપતિ ડૉ. કે.સી.પોરીયાએ 8 ફેકલ્ટી ડીન અને 3 એસોસિએટ ડીનની નિમણૂક કરી છે.
નિમણૂક કરવામાં આવેલ ડીન મા લો ફેકલ્ટીમાં ડૉ.રાજેશ વ્યાસ, બી.એડ.ફેકલ્ટીમાં ડૉ.લલીત પટેલ, મેનેજમેન્ટ ફેકલ્ટીમાં ડૉ. નિશિત ભટ્ટ,રૂરલ સ્ટડીઝમાં ડૉ. મુકેશ પ્રજાપતિ, સાયન્સમાં ડૉ. શ્રેયસ ભટ્ટ અને કોમર્સમાં ડૉ.કે.કે. પટેલ,આર્ટ્સ ફેકલ્ટીમાં ડૉ.દિનેશ ચારણ અને આર્કિટેક્ચરમાં ડૉ. મિરાબેન ચેતવાણીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે એસોસિએટ ડીન તરીકે કોમર્સમાં ડૉ. સી.એમ.ઠક્કર તથા સાયન્સમાં ડૉ. અજય ગોર અને ડૉ.સંજય શાહની નિયુક્તિ કરવામાં આવી છે.
આ બાબતે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ.રોહિતભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર, કુલ 10 ડીનમાંથી 8 ડીન ની નિમણૂક પૂર્ણ થઈ છે હવે મેડિસિન અને હોમ સાયન્સના ડીનની નિમણૂક બાકી છે. નવા એક્ટ મુજબ દરેક ડીનનો કાર્યકાળ અગાઉના 3 વર્ષને બદલે હવે 5 વર્ષનો રહેશે. જો કે,62 વર્ષની વય મર્યાદા પણ લાગુ પડશે અને બંને માંથી જે વહેલું પૂર્ણ થશે તે મુજબ કાર્યકાળ ગણાશે તેવું તેઓએ જણાવ્યું હતુ.

