સ્વદેશી વસ્તુઓનું વેચાણ થાય તે હેતુસર સ્ટોલ ઉભા કરાયા
પાલનપુર રામલીલા મેદાન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વદેશી વસ્તુ અપનાવો વોકલ ફોર લોકલ તેમજ આત્મનિર્ભર ભારત અંતર્ગત 75 જેટલા સ્વદેશી ચીજ વસ્તુઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જે લોકો દ્વારા બનાવેલી ચીજ વસ્તુઓનું વેચાણ આ સ્ટોલ મુકાયુ છે.
જેનું આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીલીયાતરની ઉપસ્થિતિમાં સ્ટોલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


