રૂ.500, 1000 ની રદ થયેલી રૂ.19.77 લાખની જૂની ચલણી નોટો ઝડપાઇ; પાલનપુર એરોમાં સર્કલ પાસેથી એસઓજી પોલીસે રદ થયેલી જૂની ચલણી નોટો સાથે 7 ઇસમો ને ઝડપી લીધા હતા. પોલીસે રૂ.500 અને 1000 ના દરની રૂ.19.77 લાખની કિંમતની જૂની ચલણી નોટો ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસે ચલણમાંથી રદ કરાયેલી જૂની ચલણી નોટોની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પાલનપુર ખાતે એસ.ઓ.જી. પી.આઈ એચ.બી. ધાંધલ્યા, પી. એસ.આઈ એ.જી. રબારીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમિયાન, સાથેના પો.કોન્સ્ટેબલ સંકેતકુમાર ને ખાનગી રાહે હકિકત મળી હતી કે, સાત ઈસમો તેમના કબજામાં ભારતીય ચલણની નોટો જે ભારત સરકાર દ્વારા ચાલુ ચલણ માંથી રદ કરેલ હોઇ જે જુની ચલણી નોટો માતબર પ્રમાણમાં રાખી પાલનપુર એરોમા સર્કલે ખાતે હાજર છે. જે બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે પંચો સાથે કાર્યવાહી કરતા સાત આરોપીઓ પાસેથી ભારત સરકાર દ્વારા ભારતીય ચલણની રદ થયેલ જુની ચલણી નોટો રૂ.1000/- ના તથા રૂ.500/-ના દરની જુની કિ.રૂ.19,77,500/- તથા મોબાઈલ ફોન નંગ-07 કીમત રૂ.35,000/- કબ્જે કરી હતી.
ભારતીય ચલણમાંથી રદ થયેલ આ નોટો ભાવેશભાઈ જયંતિ ભાઈ આચાર્ય રહે. ચાહત બંગ્લોઝ, ગાયત્રી મંદીર પાસે, ડીસાનાઓએ આપી આ નોટો બદલવા સારૂ સિધ્ધરાજસિંહ નાઓએ મંગાવી આરોપીઓએ નોટ બદલાવવા માટેના કમિશનમાં લાલચમાં આવી એકબીજાની મદદગારી કરેલ હોઇ જેઓના વિરુદ્ધમાં પાલનપુર શહેર પશ્ચિમ પો.સ્ટે. કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓ
(૧)પરેશભાઈ ચંદુભાઈ જાતે ડાલવાણીયા રહે.વાલ્મિકી વાસ, ઢુવા તા.ડીસા.
(ર)મીત ઉર્દૂ મિતેષ બળદેવભાઈ ઉર્ફે મફાભાઈ જાતે ચૌહાણ રહે.પરમાર વાસ, રામદેવપીર મંદીર પાસે, સદરપુર તા.પાલનપુર
(૩)ઘવલભાઈ ભરતભાઈ જાતે-પરમાર રહે.પરમાર વાસ, સદરપુર, તા.પાલનપુર.
(૪)જયેશકુમાર જ્યંતિભાઈ જાતે પ્રજાપતિ રહે.બેચરપુરા, કૈલાશ મંદિરની સામે પાલનપુર તા.પાલનપુર
(પ)પાર્થ મધુસુદન ભાઈ જાત શ્રીમાળી રહે.બ્રહ્માણી નગર, ચડોતર તા.પાલનપુર.
(૬)મયુરભાઈ જજ્યંતિભાઈ જાતે ઠક્કર રહે.શાંતીનગર સોસાયટી, રાજમંદીર પાસે ડીસા.
(૭)ગણપતસિહ પ્રવિણસિંહ જાતે.વાઘેલા રહે.ભાખર તા.દાંતીવાડા.
અગાઉ ધનાલીથી 75.04 લાખની રદ થયેલ નોટો ઝડપાઇ હતી; ભારત સરકાર દ્વારા ચલણમાંથી રદ કરાયેલી જૂની ચલણી નોટોના કાળા કારોબારનો અગાઉ પણ એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો હતો. વડગામના મોરીયા (ધનાલી) ગામથી રદ થયેલી રૂ.75.04 લાખની જુની ચલણી નોટો ના જથ્થા સાથે બે ઇસમોને ઝડપાઇ ગયા હતા. પોલીસે જૂની ચલણી નોટોની હેરાફરી કરતી બ્રેઝા કાર નં.GJ-38-BA-6023 મળી કુલ રૂ.82,09,000/- નો મુદામાલ કબજે કરી અશરફભાઇ દાઉદભાઇ નસીરભાઇ મુમન (અરોડીયા) ઉવ.45 રહે.મહમંદ પુરા તા.દાંતા અને સાદીકભાઇ ઇદ્રિશભાઇ અબ્રાહીમભાઇ મુમન (માંકણોજીયા) ઉવ.25 રહે. ખેરોજ તા.દાંતા વાળા ને ઝડપી લઈને રદ થયેલ ચલણી નોટો આપનાર તથા નાસી જનાર સહીત કુલ ચાર ઇસમો સામે Bank Notes (cessation of liabilites act 2017) ની કલમ 07 મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.