26 અને 27 નવેમ્બરે રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી
હવામાન વિભાગના અનુસાર આગામી ચાર દિવસ રાજ્યમાં વીજળી અને 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના રહેલી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના પણ કેટલાંક ભાગોમાં વરસાદ વરસી શકે છે. ભેજનું પ્રમાણ વધતા રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે.