કાશ્મીરમાં ઠંડીનો પારો શૂન્યથી નીચે થયો

60 Word News
60 Word News

દેશના વિવિધ રાજ્યોમાં વધતી જતી ઠંડીના કારણે ધુમ્મસ છવાઇ જવા લાગ્યું છે. ત્યારે કાશ્મીરના અનેક શહેરોમાં પારો શૂન્યથી નીચે ઉતરી ગયો છે. આ સિવાય રાજસ્થાનના ઘણા ભાગોમા પણ ઠંડીનું મોજું ચાલી રહ્યું છે. જેમા સૌથી ઓછું તાપમાન સીકરના ફતેહપુરમાં 2.4 ડિગ્રી નોંધાયું હતું.  બીજીતરફ શ્રીનગરમાં માઈનસ 0.8, કાઝીકુંડમાં માઈનસ 2.0, પહેલગામમાં માઈનસ 4.4, કુપવાડામાં માઈનસ 2.4, કોકરનાગમાં માઈનસ 1.0, ગુલમર્ગમાં માઈનસ 2.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.