પોલીસે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાંથી 6 શંકાસ્પદ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી, જેઓ મહિલાઓના વેશમાં હતા. અને પોતાની ઓળખ છુપાવવા માટે ‘ટ્રાન્સજેન્ડર’ તરીકે દેખાતા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોતાનો દેખાવ બદલવા અને સ્થાનિક ટ્રાન્સજેન્ડર સમુદાય સાથે ભળી જવા માટે ‘નાની સર્જરી’ અને ‘હોર્મોનલ ટ્રીટમેન્ટ’ પણ કરાવી હતી.
દિલ્હીના ગૃહમંત્રી એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં એક પણ ગેરકાયદેસર ઘુસણખોરને રહેવા દેવામાં આવશે નહીં. સૂદે કહ્યું, પોલીસની મદદથી, બાંગ્લાદેશી ઘુસણખોરો અને તેમને આશ્રય આપનારાઓ સહિત તમામ ગેરકાયદેસર ઘુસણખોરો સામે કાર્યવાહી કરવામાં આવશે. સરકાર દિલ્હીમાંથી ગેરકાયદેસર ઘુસણખોરોને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે.
ગુપ્ત માહિતીના આધારે ધરપકડ; કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ પર 10 દિવસની દેખરેખ ઝુંબેશ દરમિયાન આ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગુપ્ત માહિતીના આધારે, ફોરેનર્સ સેલની એક પોલીસ ટીમ બનાવવામાં આવી હતી. અમને ખબર પડી કે કેટલાક ગેરકાયદેસર બાંગ્લાદેશી સ્થળાંતર કરનારાઓ શંકાથી બચવા માટે ‘ટ્રાન્સજેન્ડર’ તરીકે લાલ બત્તી પર ભીખ માંગી રહ્યા હતા.