પાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું

પાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું

પાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારના એક મકાનમાં ગતરાત્રિના સુમારે છ ફૂટ કાળો ઝેરી કોબ્રા નજરે ચડતા વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ત્યારે આ બાબતની જાણ રહીશો દ્વારા પાટણના શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટના જીવ દયા પ્રેમીઓને તેમજ વન વિભાગને કરાતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે આવી 6 ફૂટ કાળા ઝેરી કોબરાને રેસ્ક્યુ કરી ઝડપી લઈ તેને સરસ્વતી નદીના પટમાં સફલતા પૂર્વક રીતે છોડી આવતા વિસ્તારના રહીશોએ હાશકારો અનુભવી અબોલ જીવસેવા ટ્રસ્ટના જીવદયા પ્રેમીઓ સહિત પાટણ વનવિભાગ કચેરીના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *