કેસરબાઈ કીલાચંદ સરકારી કન્યા વિદ્યાલય પાટણ અવનવા પ્રયોગો થકી શિક્ષણ ક્ષેત્રે પાટણ શહેરમાં એક નામાંકિત સંસ્થા બની રહેલ છે. હાલમાં ગૌરીવ્રત ચાલી રહ્યા હોય શાળાની દીકરીઓની ઈચ્છા હતી કે અમને મહેંદી મૂકવા મળે. તેમની ઈચ્છાને સાકાર કરવા માટે સમગ્ર શાળાની 500 દીકરીઓએ પોતાની સખી – સહેલીઓના હાથમાં મહેંદી મૂકીને પોતાની મહેંદી કળા ખીલવી હતી. શાળાની અંદર વ્યવસાયલક્ષી શિક્ષણ અંતર્ગત બ્યુટી અને વેલનેસ વિષય ખૂબ સુંદર રીતે ચાલી રહ્યો છે તે અંતર્ગત જે દીકરીઓને મહેંદી મૂકવામાં રસ છે તેવી તમામ દીકરીઓએ પોતાની સખીઓને મહેંદી મૂકી ગૌરી વ્રતની ઉજવણી કરી હતી. પ્રત્યેક દીકરીના હાથમાં જુદા જુદા પ્રકારની ભાત દ્વારા મહેંદી મૂકવામાં આવેલી હતી. સમગ્ર શાળાની દીકરીઓ માટે આવો પ્રયોગ પ્રસંશનીય બન્યો હતો.
- July 10, 2025
0
394
Less than a minute
You can share this post!
editor

