ગુજરાતમાં પ સિસ્‍ટમ સક્રિય : બે દિવસ અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં પ સિસ્‍ટમ સક્રિય : બે દિવસ અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટઃ અનેક રાજ્‍યો થશે જળબંબાકારઃ આગામી ૫ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

રાજ્‍યમાં ફરી એકવાર મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહેલ છે અને છેલ્લા બે દિવસમાં ૨ થી ૧૬ ઈંચ સુધીનો વરસાદ પડી ગયો છે.  ત્‍યારે એકસાથે ૫ વરસાદી સિસ્‍ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગે આજે (૨૦મી ઓગસ્‍ટ) અને આવતીકાલ (૨૧મી ઓગસ્‍ટ) માટે રાજ્‍યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્‍જ એલર્ટ આપ્‍યું છે. સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને દક્ષિણ ગુજરાતમાં વધુ પડતી મેઘમહેર થવાની શકયતા છે.છેલ્લા બે દિવસથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાએ પોતાની હાજરી નોંધાવી છે. હવે, ભારતીય હવામાન વિભાગ (આઈ એમ ડી) અનુસાર, રાજ્‍યમાં એકસાથે પાંચ વરસાદી સિસ્‍ટમ સક્રિય થતાં આગામી બે દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્‍ટમ અને અરબી સમુદ્ર પરની અન્‍ય સિસ્‍ટમની સંયુક્‍ત અસરથી ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવી શકે છે.હવામાન વિભાગે આજે રાજ્‍યના અનેક જિલ્લાઓ માટે ઓરેન્‍જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે.

ઓરેન્‍જ એલર્ટ (અતિભારે વરસાદ) વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા. આ વિસ્‍તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.યલો એલર્ટ (મધ્‍યમથી ભારે વરસાદ) ઉપરોક્‍ત જિલ્લાઓ સિવાયના બાકીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્‍થળોએ વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્‍યું છે.આગામી બે દિવસની આગાહી (૨૧મી અને ૨૨મી ઓગસ્‍ટ) હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૨૨મી ઓગસ્‍ટ સુધી પણ વરસાદનું જોર યથાવત્‌ રહેશે.બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્‍ટમને કારણે ગુજરાતના ૨૬ જિલ્લાઓમાં ભારે વરસાદની શકયતા છે. ખાસ કરીને, સૌરાષ્‍ટ્રના દ્વારકા, જૂનાગઢ, પોરબંદર તેમજ બનાસકાંઠા અને મધ્‍ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્‍થિતિ સર્જાઈ શકે છે.

કચ્‍છમાં પણ વરસાદની શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી છે વરસાદની આ ગતિવિધિને કારણે રાજ્‍ય સરકારનું તંત્ર પણ એલર્ટ મોડ પર છે અને અસરગ્રસ્‍ત વિસ્‍તારો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. લોકોને પણ બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *