પાલનપુરમાં 5 ઇંચ વરસાદમાં આબુ હાઇવે પાણીમાં ગરકાવ

પાલનપુરમાં 5 ઇંચ વરસાદમાં આબુ હાઇવે પાણીમાં ગરકાવ

બિહારી બાગ પાસે વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ: વાહનો ખોટકાતા ચાલકો પરેશાન

ચાણક્યપુરીમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળતા લોકોમાં રોષ; પાલનપુરમાં ગત રાત્રે ખાબકેલા 5 ઇંચ વરસાદને પગલે પાલનપુર- અમદાવાદ હાઇવે બેટમાં ફેરવાયો હતો. ભારે વરસાદને પગલે શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતા.

પાલનપુરમાં ભારે વરસાદને પગલે ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતા. મેઘરાજાની તોફાની બેટિંગને પગલે 5 ઇંચ વરસાદ ખાબકતા શહેરનો આબુ હાઇવે બેટમાં ફેરવાયો હતો. રાજસ્થાન ને જોડતો આ મુખ્ય નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બિહારી બાગ પાસે ઘૂંટણ સમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. અનેક વાહનો પાણીમાં ફસાતા બંધ થઈ ગયા હતા. વાહન ચાલકો ધક્કા મારીને પાણીમાંથી વાહનો બહાર નીકાળતા નજરે પડ્યા હતા. પાલનપુર -આબુરોડ હાઇવે પર આવતા જતા વાહનચાલકો અટવાતા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેને પગલે પોલીસે આવી નાના વાહનો ને ડાયવર્ઝન આપ્યું હતું. જ્યારે ભારે વાહનો માટે વન-વે કરવાની ફરજ પડી હતી. ફરી એક વાર પાલનપુર-આબુરોડ નેશનલ હાઈવે પર નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારીની કારણે આબુ હાઇવે બેટમાં ફેરવાયો હતો.

પાલનપુરમાં 5 ઇંચ વરસાદમાં પણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેમાં લડબી નદીમાં પાણી આવતા શહેરના આબુ હાઇવે પર આવેલી ચાણક્યપુરી સોસાયટી વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ચાણક્યપુરીમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાતા આખી રાતનો ઉજાગરો કરી બેસી રહ્યા હતા. જોકે, તંત્ર મદદે ન આવતા લોકોએ તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો. આ ઉપરાંત શહેરના નીચાણવાળા અનેકવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જોકે, બપોર સુધીમાં પાણી ઓસરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *