મંગળવારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં એક ફટાકડાની ફેક્ટરી અને વેરહાઉસમાં થયેલા ભયાનક વિસ્ફોટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 17 કામદારોનાં કરુણ મોત નીપજ્યાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા.
મૃતકોને 4 લાખની સહાય
મુખ્યમંત્રીએ કહ્યું કે, ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાના કારણે શ્રમિકોનાં નિપજેલા મોત ખુબ જ હૃદયદ્રાવક છે. દુખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના જે પણ ઇજાગ્રસ્ત થયા તેમની તથા મૃતકોના પરિવાર સાથે છે. ઇજાગ્રસ્તોની યોગ્ય સારવાર થાય અને તેઓ ઝડપથી રિકવરી આવે તે માટે સુચનો હોસ્પિટલને આપી દેવાયા છે. રાજ્ય સરકાર દ્વારા મૃતક પરિવારને ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે