ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા
ચોરીના બનાવના પગલે વેપારીઓમાં ફફડાટ રાત્રી પેટ્રોલિંગ સધન બનાવવા માંગ: રાધનપુર જીઆઇડીસી પ્લોટ માં આવેલ એસ.એસ.એન્ટરપ્રાઇઝ, દિત્યા ઈન્ડસ્ટ્રીઝ અને સબર સ્ક્રેપ નામની પેઢીઓ ને ગતરાત્રે કોઈ અજાણ્યા તસ્કરો ની ટોળકીએ નિશાન બનાવી અંદાજીત રૂ.4.95 લાખની ચોરી કરી ફરાર થયા હોવાની ઘટના બનતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જોકે આ ચોરી ની ધટના સીસીટીવી કેમેરા મા કેદ થઈ હોય રાધનપુર પોલીસે કુટેજ આધારે અજાણ્યા તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
રાધનપુર જીઆઇડીસી મા બનેલી ચોરીની ઘટના મામલે મળતી હકીકત મુજબ ગતરાત્રીના સુમારેકોઈ તસ્કર ટોળકીયે રાધનપુર જીઆઇડીસી માં આવેલ એસ.એસ.એન્ટરપ્રાઇઝ નામની પેઢી ની ઓફિસ નું તાળું તોડી અંદર પડેલ રોકડ રકમ રૂ.4.65 લાખની તસ્કરી કરી ત્યારબાદ તસ્કરો એ દિત્યા ઇન્ડસ્ટ્રીની અંદર પ્રવેશી રૂ.30,000 રોકડ તસ્કરી કરી જીઆઇડીસી ની અંદર આવેલ સબર સ્ક્રેપ નામના ભંગાર ના ગોડાઉનમા ચોરી નો પ્રયાસ કરી ફરાર થઈ ગયા હતા.
આ ચોરીની ધટના ની જાણ વેપારીઓને થતાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.જોકે આ ચોરીની ધટના સીસીટીવી કેમેરા મા કેદ થઈ હોય વેપારીઓ દ્વારા રાધનપુર પોલીસ ને જાણ કરાતાં તેઓએ ધટના સ્થળે દોડી આવી સીસીટીવી ફૂટેજ આધારે અજાણ્યા તસ્કરોની ટોળકીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે. રાધનપુર જીઆઇડીસીમાં ગત રાત્રે બનેલી ચોરીની ઘટનાના પગલે વેપારીઓ દ્વારા જીઆઇડીસી વિસ્તારમાં પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ સાધન બનાવવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી હતી તો પોલીસે વેપારીઓની ફરિયાદના આધારે ચોરીના બનાવને અંજામ આપનાર અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.