પાટણમાં ભગવાન શ્રી રામચંદ્રજીની 38 મી શોભાયાત્રા 8 કી.મી.ના પરિભ્રમણ સાથે સંપન્ન બની

પાટણમાં ભગવાન શ્રી રામચંદ્રજીની 38 મી શોભાયાત્રા 8 કી.મી.ના પરિભ્રમણ સાથે સંપન્ન બની

પાટણ શહેરમાં રામનવમી નિમિત્તે છીંડિયા દરવાજા પાસેના ગામ રામજી મંદિર ખાતેથી ભગવાન શ્રીરામની વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રીરામ સેવા સમિતિ દ્વારા 38 મી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રીરામ સેવા સમિતિના દ્રારા આયોજિત અલગ અલગ બે રથયાત્રા સાથે વિવિધ આકર્ષક ઝાંખીઓ પણ જોડાઈ હતી. બપોરે રામજી મંદિર ખાતે ઉપસ્થિત સંતો- મહંતો અને રાજકીય- સામાજિક આગેવાનો ના વરદ હસ્તે ભગવાન શ્રી રામચંદ્રજીની મહાઆરતી ઉતારી શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિકળેલ રથમાં અયોધ્યાની પ્રતિકૃતિ વાળી ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ અને શ્રીરામ સેવા સમિતિના રથમાં ભગવાન શ્રીરામરામ, ભાઈ લક્ષ્મણ અને માતા સીતાજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 38 મી શોભાયાત્રા મા સૌ પ્રથમવાર ડ્રોન કેમેરાની મદદથી હવામાં ઉડતા હનુમાનજી મહારાઉ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.તો 300 થી વધુ દુર્ગાવાહિનીની બહેનોએ તલવાર રાસનીપ્રસ્તુતિ કરી સૌને મંત્રમુગ્ધ કયૉ હતાં. બજરંગ દળના યુવાનોએ પણ વિવિધ લાઠી દાવના કરતબો રજૂ કર્યા હતા.

શોભાયાત્રા મા પંજાબી ઢોલ,બ્રહ્માકુમારી, રામ-લક્ષ્મણ-જાનકી,શિવ-પાર્વતી,ભારત માતા અને સીતા-લવ-કુશની ઝાંખીઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.આઠ કિલોમીટર લાંબા રૂટ પર નીકળેલી શોભાયાત્રા દરમિયાન વિવિધ સંસ્થાઓ અને યુવક મંડળો દ્વારા આઇસ કેન્ડી, ઠંડા પાણી,શરબત અને છાશના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે અને ભક્તિ સંગીતના સૂરો વચ્ચે ભગવાન શ્રી રામચંદ્રજીની 38 શોભાયાત્રા શહેરના રાજમાર્ગ પરથી પસાર થતાં સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી રામમય બની ગયું હતું. શોભાયાત્રા ના દશૅન માટે આવતા રામ ભકતોને સેવ- ગુદી અને પંજરી નો 500 કિલોથી વધુ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. જયારે શોભાયાત્રા રાત્રે રામજી મંદિર ખાતે સંપન્ન બન્યાં બાદ શોભાયાત્રા મા જોડાયેલા 5 થી 7 હજાર જેટલા રામ ભકતોએ સમરસતા રૂપી રામ ખીચડી નો પ્રસાદ ગ્રહણ કરી ભગવાન શ્રી રામચંદ્રજી ના આશીર્વાદ સાથે વિશ્વ કલ્યાણ ની કામના વ્યકત કરી હતી. ભગવાન શ્રી રામચંદ્રજી ની 38 મી શોભાયાત્રા ને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ, આર એસ એસ ના કાર્યકરો સહિત રામભકતોએ જહેમત ઉઠાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *