મહેસાણાના આંબલીયાસણમાં સગીરા પર દુષ્કર્મ મામલે આરોપીને 30 વર્ષની સજા : એક લાખ વળતરનો હુકમ

મહેસાણાના આંબલીયાસણમાં સગીરા પર દુષ્કર્મ મામલે આરોપીને 30 વર્ષની સજા : એક લાખ વળતરનો હુકમ

મહેસાણાના આંબલીયાસણમાં રહેતી એક 14 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ ગુજરવાનો મામલે મહેસાણા સેસન્સ કોર્ટે લાલ આંખ કરીને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં દુષ્કર્મના આરોપી ગોસ્વામી સત્યનારાયણ ખિયાવત નામનો 42 વર્ષીય શખ્સે 14 વર્ષ 11 માસની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ અવારનવાર તેણી પર દુષ્કર્મ ગુજારવામાં આવતું હતું. જે ગંભીર ગુનાના આધારે તપાસ કર્યા બાદ બે માસના અંતે પોલીસ દ્વારા સત્યનારાયણની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.જ્યાર બાદ સમગ્ર મામલો કોર્ટમાં જતા આ કેસમાં આરોપી સત્યનારાયણ ગોસ્વામીને 30 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી સાથે ભોગ બનનાર સગીરાને 1 લાખ વળતર ચૂકવવા મહેસાણા સેસન્સ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.

આ કેસ સરકારી વકીલ એન એસ શાહ દ્વારા ચલાવવામાં આવ્યો હતો. કેસમાં સજાની દલીલ સરકારી વકીલ પરેશકુમાર કે દવે દ્વારા કરવામાં આવી હતી. સરકારી વકીલ પરેશકુમાર કે દવેની દલીલ આધારે આરોપી ગોસ્વામી સત્યનારાયણ ખિયાવતને 30 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. મૂળ ફરીયાદીના વકીલ તરીકે વિજય દવે દ્વારા લેખીત દલીલો કરી રજૂઆત કરવામાં આવી હતી. 14 વર્ષની દીકરીને ભગાડી જનાર આરોપી ગોસ્વામી સત્યનારાયણ ખિયાવત 15 વર્ષની દિકરીઓનો પિતા હોવાનું જાણવા મળેલ છે. મહેસાણા સેસન્સ કોર્ટમાં આ કેસ રેરેસ્ટ ઓફ રેસ કેસ ગણવામાં આવ્યો છે અને જેના પગલે આરોપી ગોસ્વામી સત્યનારાયણ ખિયાવતને 30 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *