પાટણ તાલુકાના સંખારી ગામની 3 હેકર જમીનમાં 30 હજાર વૃક્ષોનો ઉછેર કરાશે..!

પાટણ તાલુકાના સંખારી ગામની 3 હેકર જમીનમાં 30 હજાર વૃક્ષોનો ઉછેર કરાશે..!

ગામના નવનિયુક્ત સરપંચ અને ગ્રામજનો સાથે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરાયું; એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ૭૬ માં વન મહોત્સવની ઉજવણી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે જેના ભાગરૂપે પાટણ તાલુકાના સંખારી ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ જમીનમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન ગતરોજ કરવામાં આવ્યું હતું. પાટણ તાલુકાના સંખારી ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા ત્રણ હેકર જમીન વન વિભાગને આપવામાં આવતા વન વિભાગ દ્વારા આ જગ્યાને રમણીય બનાવી ૩૦ હજાર જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવનાર છે.જે અંતર્ગત સંખારી ગામના નવનિયુક્ત સરપંચ ની ઉપસ્થિતિમાં ગ્રામજનો અને વન વિભાગના અધિકારીઓ, કમૅચારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સંખારી ગ્રામ પંચાયતની ત્રણ હેકર જમીન વનીકરણ માટે વન વિભાગને આપવામાં આવી છે.જેમાં લીમડા, પીપળા,જાંબુ, સેવન, આંબા, ખાટીઆમલી, લીંબુ, જામફળ, ચંપા, કદમ વડ, ઉમરા જેવા દેશીકુળના ૮૦ પ્રકારના ફળ-ફૂલ ઔષધી સહિતના અલગ અલગ પ્રકારના ૩૦ હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવશે જેથી સંખારી ગામ રમણીય બનશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *