30 સપ્ટેમ્બરે મુદત પૂરી થતાં વડોદરા મનપા. ને વ્યવસાય વેરાની 38.57 કરોડ આવક


(જી.એન.એસ) તા. 8

વડોદરા,

વડોદરા મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2025-26માં વ્યવસાય વેરાની આવકનો ટાર્ગેટ 63.25 કરોડ રાખ્યો છે. જેમાંથી તા.30 સપ્ટેમ્બરે વ્યવસાય વેરો ભરવાની મુદત પૂરી થઈ ત્યાં સુધીમાં કોર્પોરેશનને વેરાની 38.57 કરોડ આવક થઈ છે. તા.30 સપ્ટેમ્બર સુધીમાં કોર્પોરેશનની હદમાં વ્યવસાય કરતાં વ્યવસાયકોને વ્યવસાય વેરો ભરી દેવા સૂચના આપી હતી.

વડોદરા મનપા. માં પીઆરસી એટલે કે રજીસ્ટ્રેશનવાળા આશરે 28227 ખાતા ક્લિયર થયા છે, અને 16892 ખાતા ક્લિયર થવાના બાકી છે. જ્યારે પીઈસી એટલે કે એમ્પ્લોયરના અંદાજે 6939 ખાતા ક્લિયર થયા છે. તારીખ 1 ઓગસ્ટ સુધીમાં પીઈસીના નોંધાયેલા 45119 ખાતાના બિલ અપાયા હતા. આ વખતે કોર્પોરેશનની પહેલી વખત બિલો આપેલા હતા. વ્યવસાય વેરો નહીં ભરાયો હોય તો વેરાના નાણા,  વ્યાજ અને પેનલ્ટી સાથે વસૂલ કરવા મહેસુલી રાહે પગલાં કોર્પોરેશન લઈ શકે છે. જો વ્યવસાય વેરો ન ભરે તો બાકી લેણું અને વેરાની રકમના 50% સુધી દંડને પાત્ર બને છે અને 18 ટકા વ્યાજ લેવામાં આવે છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *