આદિવાસી સમુદાયના એક પરિવારના ત્રણ લોકો બન્યા ભોગ; અમીરગઢ તાલુકાના ખેમરાજીયા ગામમાં દીપડાએ દેખા દેતા ગ્રામજનો માં ફફડાટ વ્યાપી ગયો હતો. દીપડાના હુમલામાં 3 લોકો ને ઇજા થતા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
અમીરગઢ તાલુકાના ખેમરાજીયા ગામમાં આજે અચાનક દીપડાએ દેખા દીધી હતી. ખેમરાજીયા ગામમાં ત્રાટકેલા દિપડાએ આદિવાસી પરિવાર પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં એક જ પરિવારના ત્રણ લોકોને ઇજા થતાં સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઇજાગ્રસ્તોને માથાના તથા હાથના ભાગે સામાન્ય ઇજાઓ થઈ હતી. જેઓ હાલમાં સ્વસ્થ હોઈ તેઓને સારવાર બાદ રજા આપવામાં આવી હોવાનું સિવિલ સુપ્રિ.સુનિલભાઈ જોશીએ જણાવ્યું હતું.
ઇજાગ્રસ્તના નામ:-
(1)ભીખીબેન રમેશભાઈ ડુંગાશીયા
(2)રમેશભાઈ ફુલાભાઈ ડુંગાશીયા
(3)વાલાભાઈ નાનાભાઈ ડામોર