ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં પોલીસે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઇન્સ્ટાગ્રામ’ પર અશ્લીલ વીડિયો અને રીલ્સ અપલોડ કરવા બદલ ત્રણ મહિલાઓ અને એક યુવકની ધરપકડ કરી હતી. પોલીસ અધિક્ષક (એસપી) કૃષ્ણ કુમાર વિશ્નોઈએ જણાવ્યું હતું કે પોલીસને અસ્મોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલીક છોકરીઓ ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ અપમાનજનક વીડિયો અપલોડ કરી રહી હોવાની માહિતી મળી હતી, જેના પગલે સોમવારે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી ત્યારે મેહરુલ નિશા ઉર્ફે પરી, મહેક, હિના અને ઝરાર આલમની ભૂમિકા સામે આવી. વિશ્નોઈ કહે છે કે આરોપીઓએ તેમને કહ્યું હતું કે તેઓ દર મહિને 25,000 રૂપિયા કમાઈ રહ્યા છે. આ લોકો સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે અશ્લીલ ભાષામાં રીલ્સ અને વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા હતા.
એસપીએ જણાવ્યું હતું કે મંગળવારે આ ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. સોમવારે, અસમોલીના પોલીસ સર્કલ ઓફિસર (CO) કુલદીપ કુમારે જણાવ્યું હતું કે વિસ્તારના શાહવાજપુર કલાન ગામની બે છોકરીઓ – મહેક અને પરી (બંને લગભગ 25 વર્ષની) ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ અને અભદ્ર રીલ્સ અને વીડિયો પોસ્ટ કરી રહી હોવાની માહિતી મળી હતી.

