(જી.એન.એસ) તા. 24
ટોરોન્ટો/ઑન્ટારિઓ,
કેનેડામાં વૈશ્વિક ઉથલ-પાથલ વચ્ચે વડાપ્રધાન માર્ક કાર્નીએ અચાનક જાહેરાત કરી હતી કે આગામી મહિને એટલે કે 28 એપ્રિલ 2025 ના રોજ દેશમાં સ્નેપ ચૂંટણી યોજાશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેનેડીયન વડાપ્રધાન ની આ જાહેરાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગૂ કરાયેલી ‘અયોગ્ય’ ટેરિફના જવાબમાં છે જે કેનેડાની અર્થવ્યવસ્થા માટે ખતરો બની ગઈ છે.
આમ તો કેનેડામાં સામાન્ય ચૂંટણી 20 ઓક્ટોબર પહેલા નહોતી થવાની, પરંતુ વડાપ્રધાન કાર્નીએ પોતાની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. તેઓ લિબરલ પાર્ટીના નેતા છે અને એક મહિના પહેલા જ વડાપ્રધાન પદ પર પદભાર ગ્રહણ કર્યો છે. તેમણે જસ્ટિન ટ્રૂડોના રાજીનામા બાદ વડાપ્રધાન પદના શપથ લીધા.
વડાપ્રધાન માર્ક કાર્નીએ મીડિયા સૂત્રો થકી કહ્યું હતું કે, અમે પોતાના જીવનકાળના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યા છીએ, જે ટ્રમ્પના અયોગ્ય વ્યાપારિક પગલા અને અમારી સંપ્રભુતા વિરૂદ્ધ ધમકીઓના કારણે પેદા થયો છે. કેનેડાને સુરક્ષિત કરવા માટે ઘણું બધું કરવાનું બાકી છે. કેનેડામાં રોકાણ કરવા, કેનેડાને બનાવવા અને તેને એકજુટ કરવા માટે મને મારા સાથી કેનેડિયનોનું મજબૂત સમર્થન જોઈએ. મેં ગવર્નર જનરલ સાથે સંસદને ભંગ કરવા અને 28 એપ્રિલે ચૂંટણી યોજવાની અપીલ કરી છે અને તેમણે તેને મંજૂરી આપી દીધી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.