પાટણમાં આંગણવાડી ભરતી અંતગૅત ૨૬ દિવસમાં ૨૭૪૬ પ્રમાણપત્રો જારી કરાયા

પાટણમાં આંગણવાડી ભરતી અંતગૅત ૨૬ દિવસમાં ૨૭૪૬ પ્રમાણપત્રો જારી કરાયા

મામલતદાર કચેરીમાં રહેઠાણ અને જાતિના દાખલા માટે લાંબી કતારો લાગી; પાટણ જિલ્લામાં આંગણવાડી ભરતી પ્રક્રિયા અંતર્ગત મામલતદાર કચેરીઓમાં વિવિધ પ્રમાણપત્રો મેળવવા માટે ઉમેદવારોની લાબી લાઈનો જામી રહી છે. આંગણવાડી ભરતી માટે ઉમેદવારોએ આધારકાર્ડ, રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિત ૧૦ જેટલા દસ્તાવેજો સાથે રહેઠાણનું પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવાનું હોવાથી મામલતદાર કચેરીઓમાં સવારથી જ લાંબી કતારો જોવા મળે છે.

તા. ૧ સપ્ટેમ્બરથી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન જિલ્લામાં કુલ ૧૪૯૮૦ વિવિધ પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. જેમાંથી ૨.૯૮લાખની આવક થઈ છે. પાટણ શહેરમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી માટે ગ્રામ્ય વિસ્તાર અને નગરપાલિકા વિસ્તાર માટે ૮૮૨ લોકોએ રહેઠાણના પ્રમાણપત્રો મેળવ્યા છે.વધુમાં ૭૩૦ લોકોએ આવકના દાખલા,૧૩૫ લોકોએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રો તથા ૧૧૩ લોકોએ આર્થિક રીતે નબળા વર્ગના પ્રમાણપત્રો મેળવ્યા છે.

પાટણ શહેરની મામલતદાર કચેરીએ ૨૬ દિવસમાં કુલ ૨૭૪૬ પ્રમાણપત્રો જારી કર્યા છે, જેનાથી ૫૨૭૨૦ રૂપિયાની આવક થઈ છે. સર્વર ડાઉન થવાના કિસ્સામાં ઉમેદવારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને કારણે અરજદારોને લાંબો સમય રાહ જોવી પડે છે અને કામકાજમાં વિલંબ થાય છે.જોકે ફરજ પરના કમૅચારીઓ ખુબ ખંતથી કામ કરી અરજદારો ના કામ પુરા કરી આપતા હોવાનો સંતોષ વ્યકત કરતાં અરજદારો પણ જોવા મળ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *