ચાલું સાલે નવીન વેરાયટી ની ઈલેક્ટ્રોનિક ફીરકી પતંગ રસિયાઓ માટે આકષૅણ: ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને પતંગ રસીયાઓએ અવકાશી યુદ્ધની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે ચાલુ સાલે પાટણના પતંગ માર્કેટમાં પતંગોના ભાવમાં ગત વર્ષની સરખામણીમાં 25 થી 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.તો પતંગ અને માંજાના વેપારીઓએ રો.મટિરિયલ્સ અને કારીગરની મજૂરી વધવાની સાથે કાચો માલ મોંઘો બનતા પતંગ અને દોરીના ભાવમાં વધારો થયો હોવાનું જણાવી રહ્યા છે.
ચાલુ વર્ષે પાટણની બજારમાં ઇલેક્ટ્રીક ફીરકી આવી છે જે અટોમેટિક બન્ને બાજુ સ્વીચ દબાવાથી દોરી ફીરકી માં વિટાઈ જાય છે. પતંગ બજારમાં આ ફિરકી 2500 વાર ની 2100 થી 2500 રૂ. મળે છે તો રનીગ ફરકી 1000 વાર ની 250 થી લઈ 350 રૂ. અને 2500 થી 5 હજાર વાર દોરી ના 900 થી લઈ 2000 સુધીના અલગ અલગ તારના અલગ અલગ ભાવ હોવાનું વેપારીએ જણાવ્યું હતું.
આ વર્ષે મકરસંક્રાતિ પહેલા પતંગ-દોરાના ભાવોમાં વધારો થતા પતંગ રસીયાઓ માટે ઉતરાયણમાં પતંગ ચગાવવાનુ મોંઘુ બની રહેશે તેમ જાણવા મળી રહ્યું છે એક તરફ મોઘવારીમાં પીસાતા સામાન્ય અને મધ્યમવર્ગ માટે ઉતરાયણમાં પતંગની મજા માણવાનુ પણ મોંઘુ બનશે. પાટણ શહેરમાં સૌથી મોંઘી પતંગ 120 થી 150 રૂપિયાના પાંચ નંગ વેચાઈ રહી છે.સાદી પતંગ 120 રૂ. કોડી છે. તો નડિયાદ ના ખભાતી પતંગ 150 રૂ.છે. પ્લાસ્ટિકનાં પંજાના 80 થી100,નાના પતંગોમાં ગતવર્ષ કરતા 50 રૂપિયા વધુ ભાવ હોવાનું જાણવા મળ્યું છે.