ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસ દેખાવા લાગ્યા છે. વિવિધ રાજ્યોમાંથી કોરોના દર્દીઓ વિશે માહિતી આવી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોવિડ-૧૯ ના ૨૩ કેસ નોંધાયા છે. ચેપના કેસોને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે તમામ હોસ્પિટલોને બેડ, ઓક્સિજન, દવાઓ અને રસીની ઉપલબ્ધતા માટે તૈયાર રહેવા માર્ગદર્શિકા જારી કરી છે.
દિલ્હીના આરોગ્ય પ્રધાન પંકજ સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે ગુરુવાર સુધીમાં કોવિડ-૧૯ ના ૨૩ કેસ નોંધાયા છે. સરકાર દર્દીઓ દિલ્હીના રહેવાસી છે કે શહેરની બહાર પ્રવાસ કર્યો છે તેની માહિતી એકત્રિત કરી રહી છે.
પંકજ સિંહે એક નિવેદનમાં કહ્યું, ‘દિલ્હી સરકાર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અમે રાજધાની દિલ્હીની તમામ હોસ્પિટલોના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ, ડોકટરો અને તેમની ટીમો સાથે સંકલન કરી લીધું છે.
દિલ્હીના આરોગ્ય મંત્રી પંકજ સિંહે તૈયારીઓ અંગે હોસ્પિટલો અને આરોગ્ય સુવિધાઓને એલર્ટ પર રાખવા જણાવ્યું છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, તાત્કાલિક પ્રતિભાવ અને સંભાળ સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી સંસાધનો એકત્રિત કરવામાં આવી રહ્યા છે.