જિલ્લા સાઇબર ક્રાઈમ દ્વારા વર્ષ 2024માં ફ્રોડના 2297 લોકોને 3,64,26,840 કરોડ રૂપિયા રિફંડ અપાયા

જિલ્લા સાઇબર ક્રાઈમ દ્વારા વર્ષ 2024માં ફ્રોડના 2297 લોકોને 3,64,26,840 કરોડ રૂપિયા રિફંડ અપાયા

બનાસકાંઠામાં ગત વર્ષે 3476 લોકો સાઇબર ફ્રોડનો ભોગ બન્યા

અજાણ્યા કોલ કે લિંકથી ડરો નહીં પણ સાવધાન રહેવાની ટીમની અપીલ: હાલમાં આધુનિક ટેકનોલોજીના યુગમાં સાઈબર ફ્રોડના સૌથી વધુ બની રહેલ બનાવોમાં ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ (રોકાણ) ટ્રેડિંગ, ડિજિટલ એરેસ્ટ, ન્યુડ વિડિયો કોલ, વોટ્સએપ એપીકે ફાઇલ ફ્રોડ, ફેક એકાઉન્ટ, હેક આઈડી, આર્મી જવાનના નામે બિઝનેસ ફ્રોડ, ઇન્સ્ટન્ટ લોન એપ ફ્રોડ, ફિશિંગ લિંક ઓનલાઇન ગેમિંગ રોડ જેવા વિવિધ પ્રકારે લોકો છેતરાઈ રહ્યા છે.જેની સામે જિલ્લા સાઇબર ક્રાઇમની ટીમ ઉમદા કામગીરી કરી રહી છે.

ટીમ દ્વારા કોઈપણ અરજદાર જ્યારે સાયબર ફ્રોડનો ભોગ બને ત્યારે તાત્કાલિક સાયબર ક્રાઈમ  હેલ્પલાઇન નંબર 1930 ઉપર કોલ કરીને અરજી નોંધવામાં આવે છે. જે અરજી નોંધાયા બાદ જે તે જિલ્લામાં તપાસ અર્થે મોકલવામાં આવતી હોય છે જેમાં ગત વર્ષ 2024 માં બનાસકાંઠા જિલ્લાના કુલ 3476 અરજદારોએ હેલ્પલાઇનમાં કોલ કરીને અરજી નોંધાવેલ. જેથી જિલ્લા સાઇબર ક્રાઇમ ટીમ દ્વારા અરજદારોની ગયેલ રકમને સામા વાળાના વિવિધ બેંક ખાતાઓમાં 4,38,07,969 કરોડ જેટલી રકમ ફ્રિજ કરાવી દીધી હતી. જે ફ્રીજ થયેલ રકમ જે તે ભોગ બનેલ અરજદારોને પરત અપાવવા નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને રિફંડની પ્રોસેસ કરવામાં આવતી હોય છે. જેમાં જિલ્લા સાઇબર ક્રાઈમ ટીમ દ્વારા ગત વર્ષમાં 3,64,26,840  કરતા વધુ રકમ રિફંડ કરાવીને ભોગ બનનાર 2297 અરજદારોના ખાતામાં પરત કરાવવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં સાઈબર ફ્રોડના બનાવો ન બને અને લોકોમાં સજાગતા જાગૃતિ આવે તેમ માટે બનાસકાંઠા સાઇબર ક્રાઇમ ટીમ દ્વારા જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંકુલો શાળા કોલેજ અને આઈટીઆઈ પોલિટેકનિક ખાતે રૂબરૂ જઈને સાયબર ફ્રોડના બનાવો બાબતે બનાવેલ સુંદર પ્રેઝન્ટેશન દ્વારા લોકોમાં લોકજાગૃતિ અવેરનેસ કેળવાય તે માટે વર્ષ દરમિયાન કુલ 58 સેમીનારોનું આયોજન કરી જિલ્લાના નાગરિકોને આ બાબતે એલર્ટ રહેવાની અપીલ પણ કરવામાં આવી છે.

ત્યારે જિલ્લાની જનતાએ કોઈ અજાણ્યા કોલના વિશ્વાસમાં આવી જવું નહીં, કોઈને કોલમાં પર્સનલ માહિતી શેર કરવી નહીં, ક્યારેય લોભ લાલચમાં આવીને અજાણી લિંકથી ઓનલાઈન રોકાણ કરવું નહીં, પોલીસ અધિકારીના વિડીયો કોલથી ગભરાવું નહીં જેવી ઘણી બાબતોમાં તકેદારી રાખવા માટે જિલ્લા સાયબર ક્રાઈમ ટિમ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.

ઉત્તરાયણ નિમિતે લોકોમાં સાઇબર ફ્રોડ જાગૃતિ માટે દરેક પોલીસ સ્ટેશનમાં 1930 લખેલા પતંગો અપાયા: ગુજરાત પોલીસ દ્વારા સાઇબર ફ્રોડના બનાવ બને તો તાત્કાલિક સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર કોલ કરી અરજી નોંધાવવા બાબતે આમ જનતામાં આ નંબરનો વધુ પ્રચાર થાય તે માટે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન ખાતે 1930 નંબર લખેલા વિવિધ પતંગો પણ મોકલી આપવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *