અમીરગઢમાં ઘાસના આડમાં સંતાડેલ 22 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

અમીરગઢમાં ઘાસના આડમાં સંતાડેલ 22 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

સરહદી રેન્જ ભુજ-કચ્છના IG ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસને મળેલી બાતમીના આધારે અમીરગઢ વિસ્તારના ધનપુરા ગામના પાટીયા પાસેથી એક શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ કરવામાં આવી હતી. ટાટા કંપનીના મિની ટ્રક (નંબર RJ-04-GA-6833)માં ઘાસના પૂળાની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થામાં કુલ 385 પેટી અને 6,600 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹22.35 લાખ આંકવામાં આવી છે. પોલીસે ટ્રક સહિત કુલ ₹32.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં ટ્રકના ચાલક વિનોદકુમાર મુસારામ ગુજ્જર (રહે. પુરન્નગર, તા. કોટપુતલી, જિ. જયપુર, રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી છે. અમીરગઢ પોલીસ મથકે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *