હવે થી યુનિવર્સિટી મા આઈ કાડૅ વગર કોઈને પણ પ્રવેશ નહીં મળે; પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે મંગળવારથી કડક સુરક્ષા વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાં પ્રથમવાર (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ) ના ૨૨ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં છેલ્લા એક વર્ષમાં બનેલા અનેક બનાવો જેવા કે હોસ્ટેલમાં દારૂકાંડ, વિદ્યાર્થીઓ પર છરા વડે હુમલો અને કેમ્પસ માંથી વારંવાર દારૂની બોટલો મળવાની ઘટનાઓને કારણે કુલપતિ ડૉ.કે.સી. પોરિયા એ સિક્યુરિટી કમિટીની રચના કરી GISF સ્ટાફની નિમણૂક કરી હોવાનું જાણવા મળ્યું છે.
યુનિવર્સિટી ની સુરક્ષા વ્યવસ્થામાં ૧૫ સિક્યુરિટી ગાર્ડ જેમાં ત્રણ મહિલા ગાર્ડ, ૫ એક્સ આર્મીમેન અને ૨ સબ ઇન્સ્પેક્ટર મળી કુલ ૨૨ નો સમાવેશ થાય છે. આ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા ત્રણ શિફ્ટમાં કાર્યરત રહેશે તેવું યુનિવર્સિટી ના રજિસ્ટ્રાર ડો. રોહિત દેસાઈએ જણાવી ૨૦૦ એકરમાં ફેલાયેલી યુનિવર્સિટીમાં પાંચ જિલ્લાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિશેષ કરીને મહિલા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય હવેથી યુનિવર્સિટી કેમ્પસમાં આઈકાર્ડ વગર કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. યુનિવર્સિટીમાં સિક્યુરિટી સેલની સ્થાપના અને તેની SOP (સ્ટાન્ડર્ડઓપરેટિંગ પ્રોસીજર) માટે બોર્ડઓફ મેનેજમેન્ટની બેઠકમાં મંજૂરી મેળવી હોવાનું રજિસ્ટ્રારે જણાવ્યું હતુ.

