બનાસકાંઠાના ડીસા નજીક ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ આગ લાગવાની ઘટનામાં 20 લોકોના મોત થયા છે.
હાલમાં મળતા અપડેટ પ્રમાણે, ડીસાની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 17 મૃતદેહો લવાયા છે, આગમાં સળગી જવાના કારણે તમામ મૃતદેહો બળીને ખાખ, કોલસા જેવા થઇ ગયા છે જેના કારણે પોસ્ટમોર્ટમ કરવું અને મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે.