૨૦ જુગારીઓને રોકડ સહિત ૯.૫૨ લાખના મુદ્દામાલ સાથે પાટણ એલ.સી.બી. ટીમે દબોચ્યા..!

૨૦ જુગારીઓને રોકડ સહિત ૯.૫૨ લાખના મુદ્દામાલ સાથે પાટણ એલ.સી.બી. ટીમે દબોચ્યા..!

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી. કે. નાયકની સૂચના મુજબ એલસીબી પોલીસે સહેસા ગામમાં જુગાર રેડ કરી છે. કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે રેડ દરમિયાન કુલ 20 શખ્સોને પકડ્યા છે. આરોપીઓ પાસેથી રૂ. 61,400ની રોકડ રકમ, બે કાર (કિંમત રૂ. 7 લાખ), 20 મોબાઈલ ફોન (કિંમત રૂ. 1.91 લાખ) અને જુગારનું સાહિત્ય મળી કુલ રૂ. 9.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મકાનમાલિક જુગાજી ચમનજી ઠાકોર હાજર ન મળતા તેની ધરપકડ બાકી છે. પકડાયેલા આરોપીઓમાં પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોના રહેવાસીઓનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ વિરુદ્ધ કાકોશી પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 4, 5 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *