થરાદ તાલુકાના ભોરોલ માઈનોર કેનાલની ચોટીલ શાખામાં 20 ફૂટનું મોટું ગાબડું પડવાને કારણે કેનાલનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું હતું, જેમાં ખાસ કરીને જીરાના પાકને વ્યાપક નુકસાન થયું છે. સ્થાનિક ખેડૂત ઓખાભાઈ પ્રજાપતિના ખેતરમાં પડેલા ગાબડાને કારણે તેમની ત્રણ એકર જમીનમાં વાવેલા જીરાના પાકમાં પાણી ફરી વળ્યું હતું. પાક લગભગ તૈયાર થવાના આરે હતો ત્યારે આ ઘટના બની હોવાથી ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, કેનાલમાં પહેલાથી તિરાડો પડેલી હતી, જેના કારણે આ મોટું ગાબડું પડ્યું છે. નર્મદા નહેર ખેડૂતો માટે જીવાદોરી સમાન હોવા છતાં, હલકી ગુણવત્તાના બાંધકામને કારણે વારંવાર આવી ઘટનાઓ બને છે.ખેડૂતોએ નર્મદા નિગમની ઘોર બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે અને નુકસાન પામેલા ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે.

- February 7, 2025
0
96
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next