પુત્રને મળવા લંડન જઈ રહ્યું હતું ઠક્કર દંપતિ; અમદાવાદ થી લંડન જઇ રહેલ પ્લેન ટેક ઓફ થયા બાદ ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં બે વ્યક્તિઓ પાલનપુરના હોવાના અહેવાલ સાંપડ્યા છે. અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના માં ભારે તબાહી સર્જાઈ છે. 242 મુસાફરો ભરેલ પ્લેન ક્રેશ થતા મોટી સંખ્યામાં મુસાફરો મોતને ભેટ્યા હોવાની આશંકા વર્તાઈ રહી છે. ત્યારે આ પ્લેનમાં પાલનપુરના પણ 2 મુસાફરો હોવાનું બહાર આવ્યું છે. પાલનપુર લક્ષ્મણ ટેકરી ખાતે રહેતા લાભુબેન ઠક્કર અને તેમના પતિ રમેશભાઈ ઠક્કર આજે સવારે પાલનપુર થી નીકળી અમદાવાદ થી લંડનની ફ્લાઈટમાં જઈ રહ્યા હતા. જેઓ પણ પ્લેન ક્રેશનો ભોગ બન્યા હોવાની આશંકા વર્તાઈ રહી છે.
પાલનપુરના રમેશભાઈ ઠક્કરનો પુત્ર લંડન રહે છે. જેના ઘરે સીમંતનો પ્રસંગ હોઈ આ દંપતિ પુત્રના ઘરે જઈ રહ્યા હતા. પાડોશીઓના જણાવ્યા પ્રમાણે પતિ પત્ની બંને આજે સવારે પાલનપુર થી વહેલી સવારે અમદાવાદ અને અમદાવાદથી લંડન જવાના હતા. જેઓનો એક પુત્ર લંડન અને એક પુત્ર કેનેડા રહેતો હોઇ હાલ પાલનપુર ઘરે બીજુ કોઈ રહેતું નથી. ત્યારે આ દંપતિ પણ પ્લેન ક્રેશનો ભોગ બન્યો હોવાની આશંકા વર્તાઈ રહી છે.