ઈરાનની રાજધાની તેહરાનમાં બે જજની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જેના કારણે ગભરાટ ફેલાયો છે. આ ઘટના શનિવારે બની હતી, જ્યાં એક વ્યક્તિએ બે અગ્રણી કટ્ટરવાદી ન્યાયાધીશોની ગોળી મારીને હત્યા કરી હતી. સરકારી મીડિયાના સમાચારોમાંથી આ માહિતી મળી છે. દેશમાં ન્યાયતંત્ર પર આ એક દુર્લભ હુમલો છે.
સરકારી સમાચાર એજન્સી IRNAએ અહેવાલ આપ્યો કે જજ મૌલવી મોહમ્મદ મોગીસેહ અને જજ અલી રજની ગોળીબારમાં માર્યા ગયા. ‘IRNA’ અનુસાર, આ હુમલામાં એક જજનો બોડીગાર્ડ પણ ઘાયલ થયો હતો. ન્યૂઝ એજન્સી અનુસાર હુમલાખોરે બાદમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ન્યાયાધીશોને ગોળી મારવામાં આવી હતી, તેમાંથી લગભગ 25 વર્ષ પહેલા એકની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
1999માં જજ રજનીની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રયાસ નિષ્ફળ ગયો હતો. બંને ન્યાયાધીશો કાર્યકરો પર કાર્યવાહી કરવા અને તેમને સખત સજા આપવા માટે જાણીતા હતા